બિનજરૂરી કોલ અને મેસેજથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આવામાં સરકાર મોબાઈલ ગ્રાહકોની સુરક્ષા માટે એક નવો નિયમ લઈને આવી રહી છે. જેમાં બિનજરૂરી કોલ, પ્રમોશનલ કોલ અને મેસેજને ખોટા ટ્રેડ પ્રેક્ટિસમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે મોબાઈલ ફોનથી ફર્જીવાડામાં આ પ્રકારના કોલ અને મેસેજની મહત્વની ભૂમિકા રહેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિમિનલ કેસ થશે
ET ના રિપોર્ટનું માનીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યૂમર અફેર તરફથી આવનારા કેટલાક મહિનામાં એક ગાઈડલાઈન રજૂ કરવામાં આવી શકે છે. તેમાં ટેલિમાર્કેટિંગ જેમ કે બેંક, રિયલ એસ્ટેટ પર  પ્રમોશનલ કે લેવડદેવડ સંબંધિત મેસેજ મોકલવાને લઈને જવાબદારી નક્કી કરવાનો નિયમ હશે. આ સાથે જ  આવી પ્રેક્ટિસ ફોલો કરવા પર ક્રિમિનલ એક્ટિવિટી હેઠળ કેસ કરવાની જોગવાઈ હશે. 


ખોટી પ્રેક્ટિસ પર દોષિત જાહેર
કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019ની સેક્શન 2(28) અને 2(47) મુજબ બિનજરૂરી કોલ અને મેસેજ ખોટા ટ્રેડ પ્રેક્ટિસના દાયરામાં આવે છે. જો યોગ્ય ચેનલથી પ્રમોશનલ કે પછી બિનજરૂરી કોલ અને મેસેજ ન કરવામાં આવે તો તેમને કન્ઝ્યૂમર એક્ટ હેઠળ દોષિત ઠેરવવાની જોગવાઈ છે. તેમાં પ્રમોશન અને બિનજરૂરી કોલ અને મેસેજને રેગ્યુલર નંબર સિરીઝથી ન કરી શકાય. 


મોબાઈલ કોલ ફર્જીવાડામાં ભારત સૌથી આગળ
ભારત SMS ફિશિંગના મામલામાં એક મોટું માર્કેટ છે. દર મહિને ભારતીયોને 120થી 150 મિલિયન ફિશિંગ મેસેજ મોકલવામાં આવે છે. લગભગ 3,00,000 લોકો સ્કેમિંગનો શિકાર થાય છે. પરંતુ ફક્ત 35,000 થી લઈને 45,000 કેસ રિપોર્ટ કરાય છે. 


આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યૂમર અફેર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એટલે કે DOT અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI એ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ તથા COAI સાથે બેઠક કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube