નવી દિલ્લીઃ જો તમે બે મોબાઈલ નંબરનો ઉપયોગ કરવા માંગો છો અને રૂપિયા ખર્ચવા માગતા નથી તો આ ટ્રિકથી તમે આસાનીથી એક જ સીમમાં બે નંબર વાપરી શકશો. ઘણી વખત આપણને બે નંબરની જરૂર પડે છે ક્યારેક એવું થાય કે એક નંબર દરેક પાસે હોય અને બીજો નંબર માત્ર 4 લોકો સાથે વાત કરવા જ રાખ્યો હોય અથવા વ્હોટ્સએપ વાળો નંબર અલગ અને કોલિંગ વાળો નંબર અલગ હોય. બે ફોન ચલાવવા માટે બસ તમારી પાસે માત્ર સ્માર્ટ ફોન હોવા જોઈએ. એક SIM Card પર ચાલશે બે નંબર Text Me: Second Phone Number નામાના એપને તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ એપને તમે Google Play સ્ટોર પર ડાઉનલોડ કરી શકો છો. હવે એપને ઈન્સ્ટોલ કર્યા પછી તમારી પાસે એક્સેસ માટે પરમિશન માગવામાં આવશે. પરમિશનને આપવા માટે ok દબાવવું ત્યારબાદ તમારે તમારા ફેસબુક એકાઉન્ટ અથવા તો ગૂગલ એકાઉન્ટથી લોગ ઈન કરવાનું રહેશે. જો કે તમે ઈચ્છો તો નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો. કેવી રીત પસંદ કરશો તમારો નંબર-
પોતાની ઈચ્છાનો નંબર પસંદ કરવા માટે તમે એપની સેટિંગમાં જઈને Get Number પર ટેપ કરી શકો છો અથવા સ્ક્રીનમાં સૌથી નીચે મેન્યૂબારમાં આપવામાં આવેલા Numbers પર ક્લિક કરીને પોતાની પસંદગીનો નંબર લઈ શકો છો.