Republic Day special sale: માત્ર 26 રૂપિયામાં ખરીદો શાનદાર ઇયરબડ્સ, આ રીતે કરો ઓર્ડર
Lava Prbuds 21 : આ ઇયરબડ્સને ગ્રાહક માત્ર 26 રૂપિયામાં ખરીદી શકશે, જ્યારે તેની કિંમત 1299 રૂપિયા છે. જાણો વિગત...
નવી દિલ્હીઃ Lava ના હિયરેબલ Earbuds બ્રાન્ડ Probuds તરફથી એક શાનદાર ઓફર શરૂ કરવામાં આવી છે. આ એક રિપબ્લિક ડે સ્પેશિયસ સેલ ઓફર છે. આ સેલમાં ઇયરબડ્સ Probuds 21 ને માત્ર 26 રૂપિયામાં ખરીદી શકાશે. નોંધનીય છે કે કંપનીના લેટેસ્ટ ટ્રૂ વાયરલેસ બડ્સ છે, જેને તમે માત્ર 26 રૂપિયામાં ખરીદી શકશો. આ ઓફર સ્ટોક ખતમ થવા સુધી યથાવત રહેશે.
ક્યાંથી કરશો ખરીદી
રિપબ્લિક ડે સેલમાં Probuds 21 ઇયરબડ્સને ગ્રાહક કંપનીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ Lava Storeથી ખરીદી શકશે. સાથે એમેઝોન પરથી પણ તેની ખરીદી થઈ શકશે. આ સેલ 26 જાન્યુઆરી 2023ના બપોરે 12 કલાકે શરૂ થશે. આ સેલ એક લિમિટેડ પીરિયર માટે ઉપલબ્ધ હશે. તેવામાં તમારે જલદી ઓર્ડર આપવો પડશે.
આ પણ વાંચોઃ ભૂલથી વોટ્સએપ પર Delete for Me ક્લિક થયા બાદ કરો આ ઉપાય, તરત પરત મળશે જૂના મેસેજ
સ્પેસિફિકેશન્સ
Lava Probuds 21 ઇયરબડ્સમાં 60mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે કુલ 45 કલાકના કેસની સાથે પ્લે-ટાઇમ ઓફર કરે છે. તેમાં 75ms અલ્ટ્રા-લો લેન્ટેસીની સાથે શાનદાર ગેમિંગ એક્સપીરિયન્સ આપે છે. આ ઇયરબડ્સમાં 12mm ડાયનમિક ડ્રાઇવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં IPX4 રેટિંગ આપવામાં આપવામાં આવ્યું છે. Probuds 21 માં વેક અને પેયર ફીચર આપવામાં આવ્યું છે. ઇયરબડ્સમાં ન્વોઇઝ આઇસોલેશન ફીચર આપવામાં આવ્યું છે. તેનાથી કોલિંગ દરમિયાન શાનદાર અનુભવ મળે છે. સાથે તેમાં તમને વોઇસ આસિસ્ટેન્ટ ફીચર આપવામાં આવ્યું છે, જેમાં યૂઝર્સ બોલીને કમાન્ડ આપી શકશે. આ ઇયરબડ્સને બ્લેક, ગ્લેશિયર બ્લેક, સનસેટ રેટ અને ઓશિયન બ્લૂ કલર વિકલ્પમાં રજૂ કરવામાં આવ્યા છે.
Lava ProBuds 21 ની કિંમત
Lava Probuds 21 ની કિંમત 1299 રૂપિયા છે. તેની ખરીદી પર એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી આપવામાં આવી રહી છે. પરંતુ ડિસ્કાઉન્ટ બાદ કેટલીક વેબસાઇટ પર Lava ProBuds 21 ને 999 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
નોંધઃ Lava ProBuds 21 સ્માર્ટફોનને 26 જાન્યુઆરી 2023ના બપોરે 12 કલાકથી બુક કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube