અમદાવાદ :Robovac G20 Hybrid Robot Cleaner Launched in India: માણસ ગમે તેટલુ બહાર કામકાજ કરે, પણ ઘરે આવીને થાક્યા બાદ ઘર સાફ કરવાની પણ મોટી જવાબદારી હોય છે. આ માટે લોકો કામવાળી બાઈને રાખતા હોય છે. પરંતુ આજના સમયમાં તો કામવાળીના પણ એટલા નખરા હોય છે કે, તેની સાથે અનેકવાર ઝઘડા કરવા પડે છે. પરંતુ હવે તમને આ ઝંઝટમાંથી મુક્તિ મળી શકે તેવુ મશીન આવી ગયુ છે. Anker દ્વારા Eufy Robotic Vacuum Cleaner, RoboVac G20 Hybrid લોન્ચ કરાયુ છે, જે તમારા ઘરને ચકાચક કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં લોન્ચ થયુ રોબોટિક વેક્યુમ ક્લીનર
Anker ના Eufy  એ એક બ્રાન્ડ ન્યૂ રોબોટિક વેક્યુમ ક્લીનર લોન્ચ કર્યુ છે. જેને હવે ભારતમાંથી પણ ખરીદી શકાય છે. RoboVac G20 Hybrid માં તમને ‘2-इन-1 સ્વીપ એન્ડ મોપ પીચર આપવામાં આવ્યુ છે. જે તમારા ઘરમાં ઝાડુની સાથે સાથે પોતુ પણ લગાવશે. તમે તેને 23,999 રૂપિયામાં ખરીદી શકશો. તે તમામ ઓનલાઈન અને ઓફલાઈન આઉટલેટ પર ઉપલબ્ઘ રહેશે. 


આ પણ વાંચો : માણસોની ચામડી પર સંભોગ કરે છે આ નાનકડો જીવ, વિશ્વાસ નહિ આવે તો વાંચી લો આ દાવો


એક અવાજથી ઘર થઈ જશે ચકાચક
આ રોબોટિક વેક્યુમ ક્લીનર  2500pa સેક્શન પાવર, ચાર સક્શન મોડ, સારો એરફ્લો અને ડાયનેમિક નેવિગેશન કેપેબિલિટી જેવા અનેક સ્માર્ટ ફીચરથી સજ્જ છે. તેનો મેક્સિમમ સાઉન્ડ આઉટપુટ 55dB નો છે અને તે બહુ જ શાંતિથી કામ કરે છે. તેમાં આપવામાં આવેલ અલ્ટ્રા-પેક ડસ્ટ કમ્પ્રેશન ટેકનિકની મદદથી ક્લીનરની સાથે આપવામા આવેલ ડસ્ટ બોક્સ સાથે પણ સારો ઉપયોગ કરે છે. તે જાતે જ સમજી જાય છે કે, ઘરના કયા એરિયામાં સૌથી વધુ અને સૌથી ઓથા વેક્યુમિંગ પાવરની જરૂર છે. 


RoboVac G20 Hybrid માં આપવામાં આવેલી AI Map 2.0 ટેકનિક ક્લીનિંગ એરિયાને શોધવામાં અને સમજવામાં મદદ કરે છે. ગૂગલ આસિસ્ટન્ટ (Google Assistant) અને એલેક્સ (Alexa) જેવા વોઈસ આસિસ્ટન્ટ સપોર્ટ તમારા કામને વધુ સરળ બનાવશે.