Royal Enfield classic 350: જો તમે રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 બાઈક ખરીદવા માંગો છો તો તમારા માટે કંપની એક ધમાકેદાર ઓફર લઈને આવી છે. કંપની બાઈક પર ઉત્તમ ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત તમારે બાઈક ખરીદવા માટે સૌથી પહેલા 11000 રૂપિયા આપવાના રહેશે. તેના બાદ બાઈકના ઈએમઆઈ ભરવાના રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 બાઈકને માત્ર 90 ટકા સુધી ઓન રોડ કિંમતના હિસાબથી ફાઈનાન્સ કરાવી શકાય છે. તેના માટે 11,000 રૂપિયા ડાઉન પેમેન્ટ આપવાનું રહેશે. 


રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 ને વધુમાં વધુ 5 વર્ષ સુધી ફાઈનાન્સ કરાવી શકાય છે. 60 મહિના માટે 4557 રૂપિયાનું ઈએમઆઈ આવશે. જોકે, તે અલગ અલગ વ્યાજ દર પર નિર્ભર કરે છે. 


આ પણ વાંચો : 


જૈન સમાજ કેમ રસ્તા પર ઉતર્યો, તીર્થ રક્ષા કરવા નીકળેલા સમાજનાં રોષ પાછળનું કારણ શું?


ગુજરાતની બાળકોની બેંક વખાણવા લાયક છે, આપી શકે છે કે 3 કરોડ સુધીની લોન


હાઈસ્કૂલ ક્લર્કે કરી 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, ભર બજારમાં હાથ પકડ્યો


રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 ભારતમાં 1,90,229 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ એક ક્રુઝર બાઈક છે. આ 6 વેરિયન્ટ અને 15 કલરમાં ઉપલબ્ધ છે. ટોપ વેરિયન્ટની કિંમત 2,21,129 રૂપિયાથી શરૂ થાય છે. 


આ બાઈકમાં 349 cc નું BS6 એન્જિન મળે છે. આ એન્જિન 20.2 bhp ની શક્તિ અને 27 Nm નું ટાર્ક વિકસિત કરે છે. ફ્રન્ટ અને રિયર બંને ડિસ્ક બ્રેકની સાથે, રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમની સાથે આવે છે.


રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ને 2021 માં બિલકુલ નવી સ્ટાઈલની સાથે લોન્ચ કરવામાં આવી હતી. નવી મોડલ અનેક સ્ટાઈલ અને મિકેનિકલ અપગ્રેડની સાથે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ક્લાસિક 350 ની આ બાઈકનું વજન 195 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્ક કેપેસિટી 13 લીટર છે.


આ પણ વાંચો : નકલી ડોક્ટરે દર્દીની વાટ લગાડી, ચોકઠું બનાવી શામજીભાઈના મોઢામાં ફીટ કરી દીધુ