Royal enfield classic 500 scale model: જો તમે પણ સસ્તું રોયલ એનફિલ્ડ બાઇકની રાહ જોઈ રહ્યા હતા, તો તમારા માટે સારા અને ખરાબ એમ બન્ને સમાચાર છે. સારા સમાચાર એ છે કે Royal Enfield એક સસ્તું મોટરસાઇકલ લઈને આવ્યું છે. પરંતુ ખરાબ સમાચાર એ છે કે તમે આ બાઇકને ખરીદ્યા પછી પણ ચલાવી શકશો નહીં. વાસ્તવમાં, કંપનીએ તેની Royal Enfield Classic 500 બાઇકનું સ્કેલ મોડલ રજૂ કર્યું છે. મોડલ ઓરિજિનલ બાઇક જેટલું જ મોટું છે. તે કંપનીની ગોવામાં ચાલી રહેલી રાઇડર મેનિયા ઇવેન્ટમાં ખરીદી શકાય છે. આ ઇવેન્ટ 20 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સ્કેલ મોડેલની વિશેષતા?
સ્કેલ મોડેલ એ એક આર્ટિફેક્ટ (કલાકૃતિ) હોય છે જે ઑબ્જેક્ટ જેવું લાગે છે. સામાન્ય રીતે બાઇક અને કારના સ્કેલ મોડલ બનાવવામાં આવે છે. તે અસલ વાહન જેવું જ દેખાય છે, જો કે માત્ર રાખવામાં આવે છે. તેઓનો ઉપયોગ કરી શકાતો નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube