સાન ફ્રાસિસ્કો: ગુપ્ત માહિતી આપનાર પ્રસિદ્ધ કંપની 'આઇસ યૂનીવર્સ'એ પોતાના ટ્વિટર હેંડલ પર ખુલાસો કર્યો કે સેમસંગનો 'એ90' સ્માર્ટફોન કથિત રીતે પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે. 'આઇસ યૂનીવર્સ'એ શનિવારે ટ્વિટ કર્યું 'એ90' પરફેક્ટ છે. આ સેમસંગનો પહેલો ફ્રંટ પોપ-અપ કેમેરાવાળો ફોન હશે, તેની સ્ક્રીમ એકદમ યોગ્ય છે, તેમાં કોઇ દાગ, કોઇ કાણું નથી.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી આ ફોનની બીજી વિશેષતાઓ વિશે જાણવા મળ્યું નથી, પરંતુ આ ડિવાઇસ આ વર્ષના અંત સુધી આવવાની આશા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNLની નવી સર્વિસ : નેટવર્ક વગર પણ  92 રૂપિયામાં આખો મહિનો કરો અનલિમિટેડ 'કોલ'


સેમસંગે ગત વર્ષે પોતાની 'એ સીરીઝ'માં ત્રણ વધુ ચાર રિયર કેમેરાવાળા સ્માર્ટફોનની રેંજ શરૂ કરી. દક્ષિણ કોરિયાઇ કંપનીએ ગઅત નવેમ્બરમાં 'ક્વેડ-રિયર કેમેરા' (ચાર ચાર રિયર કેમેરાવાળો) ગેલેક્સી એ9 લોન્ચ કર્યો હતો. એપ્પલ, હુવાએ, એલજી અને મોટોરોલા જેવી અન્ય વૈશ્વિક સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પર પેટેન્ટ લઇ રાખી છે. 

અનિલ અંબાણીની કંપનીએ ફુંક્યું દેવાળું, ચોંકાવનારી વિગતો એક ક્લિક પર


સેમસંગના મોબાઇલ માર્કેટિંગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જસ્ટિન જેનીસને ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજિત તેના 'ડેવલપર્સ કોન્ફ્રસ'માં સેમસંગની પહેલી ફોલ્ડેબલ ડિવાઇસની ઝલક બતાવી હતી. સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોનની પહેલી 10 લાખ યૂનિટ્સ માર્ચ 2019માં આવવાની આશા છે.