નવી દિલ્હી: Samsung Galaxy X SM-G888N0 મોડલ નંબરની સાથે આવશે અને આંતરિક રીતે તેને ‘પ્રોજેકટ વેલી’ કહેવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી તેના વિષે કોઇ વધુ જાણકારી સામે આવી નથી કે ક્યારે કંપની આ ફોનને લોન્ચ કરશે. પરંતુ આ ડિવાઇસની પુષ્ટી અત્યારે કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ આ વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. લગભગ એક વર્ષથી સત્તત આ રિપોર્ટ મળી રહ્યાં છે કે સેમસંગ ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન પર કામ કરી રહી છે. હાલમાં એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સેમસંગ તેમનો ફોલ્ડેબલ ડિસ્પ્લે ટેકનિક ઓપો અથવા વીવોને વેચવાની તૈયારીમાં છે.


[[{"fid":"181482","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સીએનબીસીના એક રિપોર્ટ પ્રમાણ સેમસંગના સીઇઓ ડીજે કોહે આ વાતની તરફ ઇશારો કર્યો હતો કે, આ વર્ષે નવેમ્બરમાં સેમસંગ ડેવેલોપર કોન્ફરેન્સ દરમિયાન કંપની તેને લોન્ચ કરી શકે છે. જોકે આ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, તે દરમિયાન તેને કોન્સેપ્ટની રીતે લોન્ચ કરવામાં આવશે કે તેનું વેચાણ પણ શરૂ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે સેમસંગ પહેલાથી જ કર્વ્ડ અને ફોલ્ડેબલ ઓલેડ ડિસ્પ્લેવાળા ડિવાઇસ બનાવી રહ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે કંપની ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોનનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે, પરંતુ માર્કેટમાં એવું જોવા મળી રહ્યું નથી. કંપનીના સીઇઓએ કહ્યું હતું કે, આ ડિવાઇસમાં એવા ફિચર્સ પણ હશે જેમાં કસ્ટમર્સ ચોકી જશે. આ વાતથી જાણવા મળ્યું છે કે અત્યારે ફોલ્ડેબલ ડિસ્પ્લે સ્માર્ટફોનના સપનું સાચુ થવા જઇ રહ્યું છે.



2014માં સેમસંગે એક કોન્સેપ્ટ વીડિયો જાહેર કર્યો છે જે સંભવિત ફોલ્ડેબલ ફોનના વિજ્ઞાપન જેવું છે. આ વીડિયોમાં ફોલ્ડેબલ સ્ક્રિન જોવા મળી રહી છે અને તેની સાઇઝ ટેબલેટ જેવી હતી અથવા ફોલ્ડેબલ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોનમાં ડિસ્પ્લે મોટી હશે જેને ફોલ્ડ કરી નાની સાઇઝ બનાવી શકાશે.


આ સ્માર્ટફોનને 2018માં કોઇપણ સમયે લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલા અસોસિએટેડ પ્રેસને સેમસંગના એક વરિષ્ઠ અધિકારીના અહેવાલ દ્વારા જાણકારી આપી હતી કે 2018માં સેમસંગ એક ફોલ્ડેબલ સ્ક્રીન વાળો ફોન લોન્ચ કરશે.