નવા વર્ષમાં લોન્ચ થશે Samsungનો ફોલ્ડેબલ ફોન, શાનદાર છે ફીચર્સ
દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung)એ પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટ ફોન માર્ચમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે.
સિયોલઃ દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung)એ પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટ ફોન માર્ચમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ સાથે કંપની પાંચમી પેઢી (5G) નેટવર્કવાળો ગેલેક્સી એસ10 (Galaxy S10) સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોએ સોમવારે આ વિશે જાણકારી આપી હતી. સૂત્રો અનુસાર દક્ષિણ કોરિયન ટેક્નોલોજી કંપનીએ ફેબ્રુઆરીમાં ફ્લેગશિપ ગેલેક્સી એસ10 (Galaxy S10) સ્માર્ટ ફોન પરથી પડદો હટાવવાની યોજના બનાવી છે.
ગેલેક્સી એસ10નું વધુ એક મોડલ આવશે
આ સાથે માર્ચમાં કંપની ફોલ્ડેબલ ગેલેક્સી એફ ફોન, ગેલેક્સી એસ10નું એક મોડલ લોન્ચ કરશે. સેમલસંગ ઈલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ અને કંપનીના મોબાઇક વ્યાપારના પ્રમુખ કોહ ડોંગ-જિને ગત સપ્તાહે કહ્યું હતું કે, કંપની 2019ના પ્રથમ ત્રિમાસીકગાળામાં એક ફોલ્ડેબલ સ્માર્ટફોન ઉતારશે. જાણકારોનું કહેવું છે કે સેમસંગ આગામી ફેબ્રુઆરીમાં યોજાનારા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં ફોલ્ડેબલ ફોનનું પ્રદર્શન કરશે, ત્યારબાદ તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.
5G સ્પોર્ટ ન હોવાની આશા
ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 5જી સ્પોર્ટ થવાની આશા નથી. તમને જણાવી દઈએ કે ફોલ્ડેબલ સ્માર્ટફોનની કિંમત જાહેર કરી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, તેની કિંમર 20 લાખ વોન (1770 ડોલર) સુધી હોય શકે છે. ભાવ વધારે હોવાને કારણે આ ફોનની ઓછું વેચાણ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.