નવી દિલ્હીઃ સેમસંગનો સસ્તો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Galaxy A01 Core લોન્ચ થઈ ગયો છે. એન્ડ્રોઇડ ગો એડિશનની સાથે આવનાર આ ફોન 1 જીબી રેમ અને 1.5Hz ક્વોડ કોર પ્રોસેસરથી લેસ છે. ફોનને 16 જીબી અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વિકલ્પમાં રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય રૂપિયા પ્રમાણે ઇન્ડોનેશિયામાં ફોનની કિંમત 5,500 છે, પરંતુ ઓફર હેઠળ 23 જુલાઈ સુધી 5 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂ, બ્લેક અને રેડ કલર વિકલ્સમાં આવનાર આ ફોનને કંપની ભારતમાં પણ જલદી લોન્ચ કરી શકે છે. હાલ જાણીએ કે ગેલેક્સી  A01 કોર સ્માર્ટફોનમાં શું ખાસ ઓફર કરવામાં આવી રહી છે. 


ગેલેક્સી A01 કોરના સ્પેસિફિકેશન
ફોનમાં  720x1480 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 5.3 ઇંચની એચડી+  TFT LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં પ્રોસેસર ક્યું છે તેના વિશે કંપનીએ જાણકારી આપી નથી, પરંતુ તે જરૂર જણાવવામાં આવ્યું છે કે ફોનમાં ક્વોડ-કોર ચિપસેટ લાગેલી છે. ફોન માઇક્રો એસડી સપોર્ટની સાથે આવે છે અને જરૂર પડવા પર તેની મેમરીને 512 જીબી સુધી વધારી શકાય છે. 


તૈયાર થઈ રહી છે એવી ચિપ જે મગજમાં લાઇવ સ્ટ્રીમિંગ કરશે સંગીત, ડિપ્રેશનથી છુટકારો અપાવશે


ફોટોગ્રાફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 4x સુધીના ડિજિટલ ઝૂમને સપોર્ટ કરનાર આ કેમેરા લેન્સમાં ઓોટ ફોકસ સપોર્ટ ફીચર પણ મળે છે. સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 5.0, 3.5mm હેડફોન જેક, માઇક્રો યૂએસબી પોર્ટ, વાઈ-ફાઈ 802.11 b/g/n, જીબીએસ, ગ્લોનાસની સાથે બીજા વિકલ્પ પણ મળે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube