નવી દિલ્હી: સાઉથ કોરિયાની સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ પોતાની ગેલેક્સી-A સીરીઝનો આગામી ડિવાઇસ Galaxy A51 લોન્ચ થવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોન તાજેતરમાં જ એંડ્રોઇડ 10 ઓએસ પર કામ કરશે અને રિપોર્ટ્સ અનુસાર સેમસંગે ભારતમાં તેનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે. હવે આ ડિવાઇસના સ્પેસિફિકેશન્સ સામે આવ્યા છે. સામે આવેલી લિક્સથી અનુમાન લગાવી શકાય કે Galaxy A51 સ્માર્ટફોન Galaxy A50sના અનુસાર સારા અપડેટ્સની સાથે આવી શકે છે. આ ડિવાઇસ ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે, પરંતુ તેની ઓફિશિયલ લોન્ચ ડેટ હજુ સુધી આવી નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Android યૂઝર્સ માટે WhatsApp એ જાહેર કર્યું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ


DroidShout ના અનુસાર Galaxy A51 સ્માર્ટફોનમાં યૂઝર્સને 6.5 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત ડિવાઇસમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. Samsung Galaxy A51 માં કંપની 4,000mAh ની બેટરી આપી શકે છે. રિયર પેનલ પર 48 મેગાપિક્સલના મેન કેમેરા ઉપરાંત યૂઝર્સને એંડ્રોઇડ 10 બેસ્ડ One UI 2.0 ઓએસ આઉટ-ઓફ-ધ-બોક્સ મળી શકે છે. 

Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર


પહેલાં કરતાં દમદાર હશે પ્રોસેસર
સેમસંગે પોતાના સ્માર્ટફોન બિઝનેસને નવી ડિમાન્ડ દ્વારા પુશ નવા Galaxy-A સીરીઝ સાથે કર્યો હતો. સેમસંગની આ સીરીઝના બાકી ડિવાઇસિસ ઉપરાંત Galaxy A50 માર્કેટમાં સૌથી પોપ્યુલર ડિવાઇસ સાબિત થયું હતું. હજુ સુધી સામે આવ્યું નથી કે આ સ્માર્ટફોનમાં કયું ર્પોસેસરનો ઉપયોગ કર્યો છે. Galaxy A50 અને Galaxy A50s માં સેમસંગનું પોતાનું Exynos 9610 અને Exynos 9611 ચિપસેટ હોઇ શકે છે. એવામાં સ્માર્ટફોનને બૂસ્ટ આપવા માટે નવા Galaxy A51 માં સેમસંગ સારું પ્રોસેસર પણ આપી શકે છે.  

TikTok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 12GB રેમ સાથે આ છે ખાસ


આગામી વર્ષે લોન્ચ થઇ શકે છે લોન્ચ
લીક્સનું માનીએ તો Galaxy A51 સ્માર્ટફોનનું પ્રોડક્ટશન સેમસંગની ગ્રેટર નોઇડા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં શરૂ થઇ ચુક્યું છે. આ ડિવાઇસની લીક ફોટોજમાં જોવા મળી રહ્યું છે કે ફોનમાં યૂએસબી ટાઇપ-સી પોર્ટ ચાર્જિંગ માટે આપવામાં આવે છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 3.5mm ઓડિયો જેક અને ડેડિકેટેડ માઇક્રોએસડી કાર્ડ સ્લોટ મળી શકે છે. ડિવાઇસના ફ્રન્ટમાં યૂઝર્સ વોટરડ્રોપ નોચ મળી શકે છે અને ઘણા મોટા ફેરફાર ડિઝાઇનના મામલે સેમસંગ નહી કરે. Exynos 9611ની સાથે જ આ સ્માર્ટફોનને સેમસંગ 2020ની પ્રથમ ત્રિમાસિકમાં લોન્ચ કરી શકે છે.