ભારતમાં લોન્ચ થશે સેમસંગનો દમદાર સ્માર્ટફોન Galaxy F23 5g, જાણો કિંમત અને ખાસિયત
ભારતીય બજારમાં સેમસંગ વધુ એક દમદાર સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. સેમસંગનો નવો સ્માર્ટફોન ગેલેક્સી F23 5G 8 માર્ચે લોન્ચ થશે.
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વિશ્વાસપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ગેલેક્સી F23 5G સ્માર્ટફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. ફ્લિપકાર્ટ અને સેમસંગ પર આજે લાઈવ થયેલ પ્રી-લોન્ચ વેબસાઇટ અનુસાર 8 માર્ચે ગેલેક્સી F23 5G લોન્ચ કરવા માટે તૈયાર છે. ગ્રાહકો માટે આ ફોન ખુબ જલદી ઓનલાઇન સેલ અને બજારમાં ઉપલબ્ધ થઈ જશે. ગેલેક્સી F23 5G સેમસંગનો 2022નો પ્રથમ F સિરીઝ સ્માર્ટફોન હશે. આ સ્નેપડ્રેગન 750G દ્વારા સંચાલિત થશે, જે એફ સિરીઝ સ્માર્ટફોન પર પ્રથમ સ્નેપડ્રેગન પ્રોસેસર છે. સાથે સ્માર્ટફોનમાં એફ સિરીઝ સ્માર્ટફોન પર ગોરિલ્લા ગ્લાસ 5ની સાથે પ્રથમવાર 120 Hz રિફ્રેશ રેટ સાથે ભવ્ય FHD+ ડિસ્પ્લે હશે.
ગેલેક્સી એફ23માં શું છે ખાસ
તેના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં ગેમિંગ અને સ્મૂથ સ્ક્રોલિંગ અને બ્રાઇઝિંગ માટે તેમાં 120 હર્ટ્રઝ રિફ્રેશ રેટનું ફીચર્સ જોવા મળે છે. સેમસંગે પોતાના પ્રથમ એફ સિરીઝ સ્માર્ટફોનની જેમ નવા ગેલેક્સી એફ23 ડિવાઇસને લોન્ચ કરવા માટે ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી કરશે. આ ડિવાઇસ સેમસંગ ડોટ કોમ અને અન્ય રિટેલ આઉટલેટ્સ પર પણ ઉપલબ્ધ હશે.
આ પણ વાંચોઃ જીયોના સૌથી સસ્તા પ્લાન્સે મચાવ્યો તહેલકો! Free Disney+ Hotstar સાથે દરરોજ મેળવો 3GB ડેટા અને આટલું બધુ
શું હશે તેની કિંમત?
સેમસંગે ભારતમાં 15000 રૂપિયાથી 30 હજાર રૂપિયાના સેગમેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતમાં સેમસંગ ગેલેક્સી એફ 23ની કિંમત 20,000 રૂપિયાથી ઓછી રાખવામાં આવી શકે છે. ગેલેક્સી એફ23ના લોન્ચથી કંપનીને પોતાના બજાર નેતૃત્વને મજબૂત કરવામાં મદદ મળી શકે છે. કંપનીએ પાછલા વર્ષે ગેલેક્સી એફ પોર્ટફોલિયોમાં સ્માર્ટફોનમાં તેનો પ્રથમ 5જી સ્માર્ટફોન હતો. ગેલેક્સી એફ42 5જીને 6 જીબી પ્લસ 128 જીબી વેરિએન્ટમાં 20999 રૂપિયા અને 8જીબી પ્લસ 128 જીબી વેરિએન્ટની કિંમત 22999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સેમસંગે પોતાના મોંઘા સ્માર્ટફોન Galaxy S22 અને Galaxy Tab S8 સિરીઝનું વૈશ્વિક વેચાણ શરૂ કરી દીધું છે. Galaxy S22 Ultra નું પ્રી-બુકિંગ સૌથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube