નવી દિલ્હીઃ સેમસંગ (Samsung) ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Galaxy F54 5G ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફોન અપર મિડ-રેન્જ સેગમેન્ટમાં આવી શકે છે. ફોનની લોન્ચ ડેટ વિશે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આ વચ્ચે ટિપસ્ટર મુકુલ શર્માએ આ ફોનના ખાસ ફીચર અને સ્પેસિફિકેશન સાથે તેની કિંમતને પણ લીક કરી છે. લીક અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય તેમાં શાનદાર ડિસ્પ્લે મળશે. ફોનની કિંમત ટિપસ્ટર અનુસાર 33 હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળી શકે છે આ ફીચર અને સ્પેસિફિકેશન
મુકુલ શર્મા અનુસાર કંપની ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે ઓફર કરવાની છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ ફોન Galaxy M54 5G નો રીબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. જો તેમ હોય તો ફોનમાં તમને સેન્ટર પંચ-હોલની સાથે 6.7 ઇંચની ફુલ એચડી + AMOLED ડિપ્લ્સે મળશે. સેમસંગનો આ અપકમિંગ ફોન 120Hzના AMOLED ડિસ્પ્લેને સપોર્ટ કરશે. પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં Exynos 1380 ચિપસેટ ઓફર કરી શકે છે. 


આ પણ વાંચોઃ રિલાયન્સ જિયોના 3 સૌથી સસ્તા પ્લાન, દરરોજ મળે છે 1.5GB ડેટા, કિંમત 119 રૂપિયાથી શરૂ


લીકમાં ફોનના કેમેરા સેટઅપની પણ જાણકારી આપવામાં આવી છે. શર્માના ટ્વીટ અનુસાર કંપની આ ફોનમાં 108 મેગાપિક્સલનો મેન કેમેરો ઓફર કરવાની છે. આ સિવાય ફોનમાં એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો અને એક 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર સામેલ છે. ફોનના મેન કેમેરામાં કંપની ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર ઓફર કરવાની છે. 


ફોન 6000mAh ની બેટરી સાથે આવી શકે છે. આ બેટરી 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનની સાથે ચાર્જ આપવામાં આવશે નહીં. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 13 આઉટ ઓફ ધ બોક્સ પર બેસ્ટ OneUI 5.1 પર કામ કરશે. ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં યૂએસબી ટાઈપ- સી પોર્ટ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને જીપીએસ જેવા ઓપ્શન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube