50MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થશે Samsung નો ફોન, ખુશ કરી દેશે Galaxy F55 5G ની કિંમત
સેમસંગ પોતાની F- સિરીઝનો નવો સ્માર્ટફોન Galaxy F55 5G પહેલા 17 મેએ લોન્ચ કરવાની હતી પરંતુ હવે કંપની આ ફોન 27 મેએ લોન્ચ કરશે. ફોનની કિંમત પણ સામે આવી છે.
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન ટેક કંપની Samsung એ પાછલા સપ્તાહે Galaxy F55 5G સ્માર્ટફોનને 17 મેએ લોન્ચ કરવા જઈ રહી હતી પરંતુ અચાનક તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. હવે કંપનીએ ન માત્ર તેની નવી લોન્ચ ડેટ કન્ફર્મ કરી છે, પરંતુ તેના ફીચર પરથી પણ પડદો ઉઠાવ્યો છે. કંપનીએ નવી F- સિરીઝ ડિવાઇસને મિડરેન્જ સેગમેન્ટનો ભાગ બનાવવા જઈ રહી છે અને આ ફોન લેધર બેક પેનલ ડિઝાઇન સાથે આવશે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સેમસંગ ઈન્ડિયાએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં કંપનીએ Samsung Galaxy F55 5G લોન્ચ ડેટ કન્ફર્મ કરી અને ખુબ જણાવ્યું કે આ ડિવાઇઝની કિંમત શું રહેવાની છે. Galaxy F55 5G ને ભારતીય માર્કેટમાં 27 મેએ લોન્ચ કરવામાં આવશે અને કંપનીએ તેની કિંમત 2x,999 રૂપિયા ટીઝ કરી છે.
મિડરેન્જ પ્રાઇઝ પર મળશે નવો Samsung ફોન
Samsung Galaxy F55 5G ને ભારતીય માર્કેટમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Flipkart થી ખરીદી શકાશે, જ્યાં તેની સાથે જોડાયેલી માઇક્રોસાઇટ પણ લાઇવ થઈ ગઈ છે. એટલું કન્ફર્મ છે કે ફોનની શરૂઆતી કિંમત વધુમાં વધુ 29,999 રૂપિયા ગોઈ શકે છે અને 20 હજારથી 30 હજાર વચ્ચે હશે. પરંતુ સંભવ છે કે ડિવાઇસની ઇફેક્ટિવ પ્રાઇઝ હોય જેમાં લોન્ચ ઓફર્સ સામેલ હશે.
Galaxy F55 5G ના સંભવિત સ્પેસિફિકેશન
લીક્સ અને ટીઝર્સનું માનીએ તો ડિવાઇસમાં 120Hz રિફ્રેશ રેટવાળી sAMOLED+ ડિસ્પ્લે મળશે. દમદાર પરફોર્મંસ માટે આ ડિવાઇસ Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોફેસરની સાથે આવશે અને 12GB સુધી રેમ ઓફર કરશે. બેક પેનલ પર ત્રિપલ કેમેરા સેટઅપમાં 50MP મેન લેન્સની સાથે 50MP સેકેન્ડરી સેન્સર અને 2MP નું ત્રીજુ સેન્સર મળશે.
નવા Galaxy F55 5G માં 50MP સેલ્ફી કેમેરા આપવામાં આવશે. 45W ફાસ્ટ ચાર્જિંગની બેટરી સિવાય આ ફોન 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ ઓફર કરશે.