Samsung Galaxy M14 5G: સેમસંગનો સસ્તો 5G ફોન થયો લોન્ચ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર
Samsung Galaxy M14 5G Launched: સેમસંગે આજે ભારતમાં પોતાનો સસ્તો 5જી ફોન લોન્ચ કરી દીધો છે. જાણો મોબાઇલ ફોનના સ્પેસિફિકેશન અને કિંમત.
નવી દિલ્હીઃ Samsung Galaxy M14 5G:કોરિયન કંપની સેમસંગે ભારતમાં એક સસ્તો 5G ફોન લોન્ચ કરી દીધો છે. મોબાઇલ ફોનને તમે ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોનના માધ્યમથી ખરીદી શકશો. આવો જાણીએ તેમાં તમને શું સ્પેક્સ મળે છે અને તેની કિંમત કેટલી છે.
સ્પેક્સ અને કિંમત
Samsung Galaxy M14 5G ને તમે 13499 રૂપિયામાં ખરીદી શકશો. 5G સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં તમને 50 મેગાપિક્સલનો ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે. ફ્રંટમાં 13 મેગાપિક્સલનો કેમેરો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આપવામાં આવ્યો છે. મોબાઇલ ફોન 6000 એમએએચની બેટરી સાથે આવે છે, જે 25 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોન 5nm Exynos 1330 પ્રોસેસર પર કામ કરે છે અને તેમાં વોટર ડ્રોપ નોચ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. કુલ મળીને આ એક સસ્તો 5જી ફોન છે, જે બજેટ સેગમેન્ટના લોકો માટે શાનદાર છે.
આ પણ વાંચોઃ ફોનની બેટરીને સંપૂર્ણ ચાર્જ કેમ ન કરવી જોઈએ? જાણો નહીંતર નુકસાન થશે
મોબાઇલ ફોનમાં 6.58 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે, જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનના પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. Samsung Galaxy M14 5G માં ગ્રાહકોને 5 વર્ષ સુધી OS અપડેટ અને 4 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ કંપની આપશે.
કાલથી ખરીદી શકાશે વીવોના બે સસ્તા ફોન
કાલે બપોરે 12 કલાક બાદ તમે વીવોના બે સપ્તા 5જી ફોન ખરીદી શકશો. કંપનીએ હાલમાં vivo T2 5G અને vivo T2x 5G ને લોન્ચ કર્યા હતા. બંને સ્માર્ટફોન પર ગ્રાહકોને 1500 અને 1000નું ડિસ્કાઉન્ટ એચડીએફસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવી રહ્યું છે. vivo T2 5G ના બેસ વેરિએન્ટની કિંમત 18999 રૂપિયા છે, જ્યારે vivo T2x 5G ની કિંમત 13999 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube