નવી દિલ્હી: સેમસંગ 11 જૂનના રોજ ભારતીય માર્કેટમાં Samsung Galaxy M40 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ગેલેક્સી એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન હશે. લીક્સના અનુસાર આ સ્માર્ટફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 675 SoC પ્રોસેસર લાગેલું હશે જે Android 9 Pie પર કામ કરશે. Galaxy M40 માં સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં AMOLED ડિસ્પ્લે લાગેલી હશે. ફોનમાં ટ્રિપર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ


Galaxy M સીરીઝના ત્રણ ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે. Galaxy M10 ની કિંમત 7990,Galaxy M20 ની કિંમત 9990, Galaxy M30 ની કિંમત 14990 રૂપિયા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Galaxy M40 ની કિંમત 20000 ની આસપાસ હશે. તમને જણાવી દઇએ કે લોન્ચિંગ બાદ Galaxy M સીરીઝના 20 લાખ સ્માર્ટફોન અત્યાર સુધી વેચાઇ ચૂક્યા છે. 

માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા


આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 3500 mAhની છે. તેની ડિસ્પ્લે 6.3 ઇંચની હશે. 32MP+8MP+5MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.