Samsung ગેલેક્સી `On6` ભારતમાં થયો લોંચ, જાણો કેવા છે ફીચર્સ અને કિંમત
સેમસંગે નવા ઓન-સીરીઝ સ્માર્ટફોન હેઠળ ગેલેક્સી ઓન6 ભારતમાં લોંચ થયો છે. નવો ગેલેક્સી ઓન6 ઇન્ફિનિટી ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ થશે. તેમાં 15 ટકા ડિસ્પ્લે એરિયા વધુ આપવામાં આવ્યો છે. તેનાથી ફોનની ઓવરઓલ સાઇઝ વધી જાય છે.
નવી દિલ્હી: લાંબા સમયની રાહ અને સતત ટીઝર પોસ્ટ કર્યા બાદ સેમસંગે મોસ્ટ અવેટિંગ ફોન બજારમાં ઉતાર્યો છે. સેમસંગે નવા ઓન-સીરીઝ સ્માર્ટફોન હેઠળ ગેલેક્સી ઓન6 ભારતમાં લોંચ થયો છે. નવો ગેલેક્સી ઓન6 ઇન્ફિનિટી ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ થશે. તેમાં 15 ટકા ડિસ્પ્લે એરિયા વધુ આપવામાં આવ્યો છે. તેનાથી ફોનની ઓવરઓલ સાઇઝ વધી જાય છે. ગેલેક્સી ઓન6 ને ખાસકરીને યૂથને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ચેટ ઓવર વીડિયો, 64 જીબી સ્ટોરેજ અને LED ફ્લેશ સાથે સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ગેલેક્સી ઓન6ની ટક્કર શાઓમી રેડમી નોટ 5 પ્રો અને રિયલમી 1 વેરિએન્ટ સાથે થશે.
ફ્લિપકાર્ટ પર મળશે
સેમસંગ ગેલેક્સી ઓન 6 એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ અને સેમસંગ સ્ટોર પર 5 જૂલાઇથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગેલેક્સી ઓન6 ની કિંમત 14,490 રૂપિયા રાખવામાં આવી છે. ગેલેક્સી ઓન6ને ફ્લિપકાર્ટ પરથી ખરીદતાં 1000 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે.
સેમસંગ ગેલેક્સી ઓન6 કિંમત તથા લોંચ ઓફર્સ
લોંચ ઓફરની વાત કરીએ તો બધી મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ સાથે નો કોસ્ટ ઇએમઆઇ ઓફર છે. આ ઉપરાંત વીઝા કાર્ડના માધ્યમથી ચૂકવણી કરતાં 5 ટકા ડિસ્કાઉંત મળશે. ફોનની સાથે ફ્લિપકાર્ટ પર 49 રૂપિયામાં ફ્લિપકાર્ટની કંપલીટ મોબાઇલ પ્રોટેક્શન ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જિયો કનેક્શન સાથે 2750 રૂપિયાની કેશબેક ઓફર પણ મળશે. જિયોના 198 રૂપિયા અને 299 રૂપિયા પેક પર ડબલ ડેટા બેનિફિત સાથે બેકબએક માયજિયો એકાઉન્ટમાં ક્રેડિટ થશે.
સેમસંગ ગેલેક્સી ઓન6 સ્પેસિફિકેશન્સ
ગેલેક્સી ઓન6માં 5.6 ઇંચ (720 x 1480 પિક્સલ) એચડી+ સુપર એમોલેડ ઇનફિનિટી ડિસ્પ્લે સાથે આવે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. ફોનમાં મલ્ટીટાસ્કિંગ માટે 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર એક્સીનોસ 7870 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એઆરએમ માલી ટી830 એમપી1 છે. ગેલેક્સી ઓન6માં 4 જીબી રેમ છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 64 જીબી છે. માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી 256 જીબી સુધી સ્ટોરેજ વધારી શકે છે.
કેવો છે કેમેરો
ફોટોગ્રાફી માટે ફોનમાં અપર્ચર એફ/1.9 ની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરો છે, જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. તો બીજી તરફ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્લેશની સાથે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફીને સારી બનાવવા માટે સેલ્ફી ફોકસ અને બ્યૂટી મોડ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સુરક્ષાની દ્વષ્ટિએ ફોનમાં ફેસ અનલોક ફીચર અને ફિંગરપ્રિંટ સ્કેનર જેવા ફીચર્સ છે.
શું છે ખાસ ફીચર્સ
ફોનમાં એક ખાસ ફીચર ચેટ ઓવર વીડિયો છે, એટલે કે યૂજર્સ વીડિયો જોતી વખતે ચેટિંગની મજા માણી શકશો. સેમસંગનો આ હેંડસેટ ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે અને યૂજર્સને બે સિમ કાર્ડ તથા માઇક્રોએસડી કાર્ડ માટે કુલ ત્રણ સ્લોટ મળશે.
ઓરિયો ઓપરેટંગ સિસ્ટમ
ગેલેક્સી ઓન6 એંડ્રોઇડ ઓરિયો 8.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોનને પાવર આપવા માટે 3000 એમએચએની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી વીઓએલટીઈ, બ્લૂટૂથ 4.2, વાઇ-ફાઇ ઓડિયો જેક અને એફએમ રેડિયો જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. હેડસેંટનું ડાઇમેંશન 70.2x149.3x8.2 મિલીમીટર અને વજન 153 ગ્રામ છે.