Samsung Galaxy Ring થઈ લોન્ચ, 9 સાઇઝ અને 3 કલર ઓપ્શનમાં મળશે, જાણો ફીચર્સ
Samsung Galaxy Ring Launch: સેમસંગે Galaxy Unpacked 2024 ઈવેન્ટમાં ગેલેક્સી રિંગને રજૂ કરી છે. આ નવી રિંગ Galaxy Watch7 અને Galaxy Watch Ultra ની સાથે લોન્ચ થઈ છે. આ રિંગને ખાસ કરી સ્વાસ્થ્ય અને ફિટનેસને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે.
Samsung Galaxy Ring Features: સેમસંગે પેરિસમાં પોતાના Galaxy Unpacked 2024 ઈવેન્ટમાં રિંગને રજૂ કરી છે. આ નવી રિંગ Galaxy Watch7 અને Galaxy Watch Ultra ની સાથે લોન્ચ થઈ છે. આ રિંગને ખાસ કરી સ્વાસ્થ્ય અને ફિટનેસને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. આવો તમને તેના ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
ક્યારે અને કઈ રીતે ખરીદશો?
Galaxy Ring ને કેટલાક દેશોમાં 10 જુલાઈ એટલે કે આજથી પ્રી-ઓર્ડર કરી શકાય છે. બાકી બધી જગ્યા પર તે 24 જુલાઈથી મળશે. તે ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ સિલ્વર, ટાઇટેનિયમ ગોલ્ડ ત્રણ કલર ઓપ્શનમાં આવશે અને માપ પ્રમાણે કુલ નવ સાઇઝમાં ઉપલબ્ધ થશે.
Galaxy Ring માં ખાસ શું છે?
આ રિંગ Samsung Health એપની સાથે કામ કરે છે અને તમારી સૂવાની આદતો, હાર્ટના ધબકારા જેવી ઘણી જાણકારીઓ આપે છે. આ રિંગ ટાઇટેનિયમથી બનેલી છે અને પાણીમાં પણ ખરાબ થશે નહીં. એકવાર ચાર્જ કરવા પર તે સાત દિવસ ચાલે છે. આ રિંગ ખુબ લાઇટ વેટ છે. તેનું વજન 2.3-3.0 ગ્રામ છે, જે સાઇઝ પર નિર્ભર કરે છે. તેમાં બોડી ટેમ્પ્રેચર સેન્સર પણ છે.
આ પણ વાંચોઃ AC માં મળે છે એક સીક્રેટ બટન, ખાસ વરસાદમાં આવે છે કામ, લોકો જાણતા નથી તેનો ઉપયોગ
Samsung ની ખાસ AI ટેક્નોલોજી તમારો હેલ્થ રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ તમને જણાવશે કે તમે શારીરિક અને માનસિક રૂપે કેટલા ફિટ છો. તે તમારા હ્રદયના ધબકારા પર પણ નજર રાખે છે અને જરૂર પડવા પર એલર્ટ પણ આપે છે. જો તમને ફિટનેસની ચિંતા છે તો આ રિંગ તમારા માટે શાનદાર છે. તે રનિંગ અને વોકિંગ જેવી એક્ટિવિટીને ટ્રેક કરે છે અને તમને વધુ ચાલવા માટે પ્રેરિત પણ કરે છે.
સરળતાથી કરી શકો છો કંટ્રોલ
એટલું જ નહીં આ રિંગથી તમે તમારા ગેલેક્સી ફોનને પણ કંટ્રોલ કરી શકો છો, જેમ કોલ રિસીવ કરવો કે એલાર્મ બંધ કરવું. જો રિંગ ક્યાંય ખોવાય જાવ તો તે તમને શોધવામાં મદદ કરશે. આ સ્માર્ટ રિંગની કિંમત 399 અમેરિકી ડોલર (ભારતીય રૂપિયામાં આશરે 33,000 રૂપિયા) છે. આ રિંગ જોવામાં ખુબ સ્ટાઇલિશ છે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.