નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S21 FE 5G ને લોન્ચ કરી દીધો છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટની સાથે 6.4 ઇંચ ડિસ્પ્લે, ત્રિપલ રિયર કેમેરા અને 32 મેગાપિક્સલના ફ્રંટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 4500mAh ની બેટરી આપવામાં આવી છે, જે 25W સુધી ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 15W વાયરસેલ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. કંપનીએ પાછલા સપ્તાહે ફોનને અમેરિકી બજારમાં લોન્ચ કર્યો હતો. ત્યારથી તેના ભારતમાં લોન્ચ થવાની રાહ જોવાઈ રહેતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લેગશિપ ગ્રેડ કેમેરા
સેમસંગ ગેલેક્સી  S21 FE માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના રિયરમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 12 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ મળે છે. સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો દમદાર ફ્રંટ કેમેરો છે. રિયર કેમેરામાં શાનદાર અનુભવ માટે ડ્યુઅલ રેકોર્ડિંગ, પોટ્રેટ મોડ, એન્હાન્ડ્સ નાઇટ મોડ અને 30X સ્પેસ ઝૂમ જેવા ફીચર્સ છે. આ ફોનમાં  IP68 વોટર અને ડસ્ટ રેજિસ્ટેન્સ રેટિંગ છે. 


આ પણ વાંચોઃ Jio નો જોરદાર ધમાકો: દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલ અને મળશે 365 દિવસની વેલિડિટી


દમદાર છે ડિસ્પ્લે અને ડિઝાઇન
ફોનમાં સુપર સ્મૂથ 120Hz રિફ્રેશ રેટની સાથે 6.4 ઇંચ FHD+ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 8જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીના સ્ટોરેજની સાથે Snapdragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોયડ 12 આધારિત વન યૂઆઈ 4.0 પર કામ કરે છે. ફોનને મજબૂત બનાવવા માટે તેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસની પ્રોટેક્શન છે. ગેલેક્સી S21 FE 5G ખુબ પાતળી ડિવાઇસ છે. તેની સાઇઝ માત્ર 7.9 મિમી છે. 


કિંમત અને ઉપલબ્ધતા
ઇન્ટ્રોડક્ટરી ઓફર તરીકે ગ્રાહકોને ગેલેક્સી એસ21 એફઈ 5જીના 8+128 જીબી વેરિએન્ટને 49999 રૂપિયામાં અને 8+256 જીબી વેરિએન્ટને 53999 રૂપિયામાં ખરીદી કરી શકાય છે. તેમાં એચડીએફસી બેન્કના કાર્ડ પર 5000 રૂપિયા કેશબેક પણ સામેલ છે. સ્માર્ટફોન 11 જાન્યુઆરી 2022થી Samsung.com, Amazon.in, અને અન્ય ઓનલાઇન પોર્ટલ તથા કેટલાક રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ થશે. તમામ ઓફર 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2022 વચ્ચે માન્ય હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube