Samsung Galaxy S22 સિરીઝના ત્રણ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Galaxy S22 Series : સેમસંગે Galaxy S22 સિરીઝ હેઠળ ત્રણ ફોન Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra ને લોન્ચ કર્યા છે. આવો જાણીએ ત્રણેય ફોનમાં શું છે ખાસ અને કેટલી છે કિંમત.
નવી દિલ્હીઃ Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra ને લોન્ચ કરી દીધા છે. Galaxy S22 Ultra, આ સિરીઝમાં સૌથી પ્રીમિયમ મોડલ છે. Galaxy S સિરીઝમાં Galaxy Note જેવી ફીલ આપવા માટે S પેન સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સિરીઝમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 8 Gen 1 SoC આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ આ સિરીઝની કિંમત અને ફીચર્સ.
Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra ની ભારતમાં કિંમત
ભારતમાં Samsung Galaxy S22 ની કિંમત 8GB રેમ + 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 72999 રૂપિયા છે. ફોનમાં 8GB + 256GB મોડલની કિંમત 76999 રૂપિયા છે. Galaxy S22+ ના 8GB + 128GB મોડલની કિંમત 84999 રૂપિયા છે. તેના 8GB + 256GB વિકલ્પની કિંમત 88999 રૂપિયા છે.
આ પણ વાંચોઃ Google Pay યૂઝર્સ માટે નવી સર્વિસ લોન્ચ, એક ક્લિક પર મળશે 1 લાખની લોન, જાણો કેવી રીતે
Galaxy S22 Ultra ની વાત કરીએ તો તેના 12GB + 256GB વેરિએન્ટની કિંમત 1,09,999 રૂપિયા છે. તેના 12GB + 512GB વેરિએન્ટની કિંમત 1,18,999 રૂપિયા છે. આ સિરીઝની ઉપલબ્ધતા વિશે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી. Samsung Galaxy S22, Galaxy S22+ ને ભારતમાં ગ્રીન, ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે. તો Galaxy S22 Ultra ને બરગંડી, ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube