નવી દિલ્હી. લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા સેમસંગે (Samsung) તાજેતરમાં જાહેરાત કરી છે કે તેમની આગામી અનપેક્ડ ઇવેન્ટ ફેબ્રુઆરી 9 ના રોજ યોજાશે. એવી અપેક્ષા છે કે સેમસંગ આ ઇવેન્ટમાં Galaxy S22 ને સત્તાવાર રીતે લોન્ચ કરશે. Galaxy S22 ની સાથે સાથે કંપની Galaxy Tab S8 પણ લોન્ચ કરી શકે છે. આવો જાણીએ તેના જીતી લેનાર ફીચર્સ વિશે જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચ થઈ રહી છે Samsung Galaxy S22 સિરીઝ
લીક થયેલા સમાચારોનું માનીએ તો સેમસંગ ગેલેક્સી એસ22 (Samsung Galaxy S22) સીરીઝમાં કુલ ત્રણ મોડલ હશે, જેમાં પ્રથમ 6.1-ઇંચ સેમસંગ ગેલેક્સી એસ22 કોડનેમ R0 હશે, બીજું 6.6-ઇંચનું Samsung Galaxy S22 Plus કોડનેમ G0 હશે અને ત્રીજું 6.8-ઇંચનું Samsung Galaxy S22 Ultra હશે જેને B0 નામ આપવામાં આવ્યું છે.


Samsung Galaxy S22 Ultra ના ફીચર્સ
6.8-ઇંચ ના ધમાકેદાર QHD+ ડાયનેમિક એમોલેડ 2x ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ સાથે, તેમાં Samsung Galaxy Note જેવી ડિઝાઇન અને S Pen stylus પણ મળશે. તેમાં તમને Samsung Exynos 2200 અને Qualcomm Snapdragon 8 Gen 1, બે ચિપસેટ વિકલ્પો મળશે. તેમાં તમને 12GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ મળશે.


કેમેરા વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોન ક્વોડ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે. જેમાં તમને 108MP વાઇડ એંગલ લેન્સ, 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને બે 10MP ટેલિફોટો લેન્સ મળશે જે સારી ઓપ્ટિકલ ઝૂમ ક્વોલિટી સાથે આવશે.


Samsung Galaxy S22 ના ફીચર્સ
આ સીરીઝના બેઝ મોડલ, તમને 6.1-ઇંચ FHD+ AMOLED 2x ડિસ્પ્લે, 3,700mAh બેટરી, 8GB RAM અને 256GB સુધીની સ્ટોરેજ મળશે. Samsung Exynos 2200 અથવા Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ પર કામ કરતા આ ફોનમાં તમને 50MP વાઇડ-એંગલ લેન્સ, 12MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 10MP ટેલિફોટો લેન્સ મળશે. તેમાં 10MP ફ્રન્ટ કેમેરા પણ હશે.


હવે આ સીરીઝના લોન્ચ થયા બાદ જ ખબર પડશે કે તેની કિંમત કેટલી હશે અને ત્યાર બાદ જ આ ફીચર્સ કન્ફર્મેશન મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube