નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે પોતાના પ્રીમિયમ ફોન નોટ 20 અને ફોલ્ડ 2ને ત્રણ અન્ય સ્માર્ટ ડિવાઇસ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. કોવિડ 19 મહામારી સંકટથી બાહર નિકળ્યા બાદ કંપની ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં આક્રમકતા સાથે પ્રતિસ્પર્ધી બનવા માંગે છે. કંપનીએ કહ્યું કે ગેલેક્સી નોટ 20 સીરીઝ અને ટેબ એસ7 સીરીઝ 21 ઓગસ્ટથી સિલેક્ટેડ બજારોમાં ઉપલબ્ધ થશે પરંતુ કંપનીએ ભારતમાં તેની ઉપલબ્ધતા વિશે કંઇ જણાવ્યું નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના અનુસાર ગેલેક્સી નોટ 20 આ મહીને ભારતીય બજારમાં ઉપલબ્ધ થવાની આશા છે. આ બે ફોન ઉપરાંત કંપનીએ ત્રણ અન્ય સ્માર્ટ પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા છે. કંપનીએ કહ્યું કે ગેલેક્સી નોટ 20 અને ટેબ એસ 7 શ્રેણી ઉત્પાદન 21 ઓગસ્ટથી સિલેક્ટેડ બજરામાં ઉપલબ્ધ થશે. કંપનીએ તેના ભારતીય બજારમાં ઉપલબ્ધ થવાની કોઇ જાણકારી આપી નથી, પરંતુ સૂત્રોના અનુસાર ફોલ્ડ 2ને છોડીને નોટ 20, ટેબ એસ7 અને એસ7 પ્લ્સ, ગેલેક્સી વોચ 3 અને ગેલેક્સી બડ્સ લાઇવ આ મહીને ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે.


સૂત્રોએ કહ્યું કે ફોલ્ડ 2ને આગામી મહિને સિલેક્ટેડ બજારમાં ઉતારવામાં આવશે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ અને મોબાઇલ કોમ્યુનિકેશન્સ બિઝનેસના પ્રમુખ ટીએમ રોહએ કહ્યું કે અમે જાણીએ છીએ કે આ મુશ્કેલ સમય છે અને લોકો હંમેશાની તુલનામાં અત્યારે ટેક્નોલોજી પર વધુ નિર્ભર છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજી આ વિપરિત સમયમાં તમને વધુ સશક્ત બનાવવામાં મદદ કરે છે. જેની મદદથી તમે પોતાના પળોને ખુલીને જીવી શકે છે આજે અમે એવા જ ઉપકરણ રજૂ કરી રહ્યા છે, જેની મદદથી તમે આમ કરી શકો છો. 


કંપનીની નોટ 20 શ્રેણી ઉપલબ્ધ નોટ 10નું સ્થાન લેશે. તેમાં 6.7 ઇંચ અને 6.9 ઇંચની સ્ક્રીન વિકલ્પ હશે. સાથે જ ફોન પર લખવું સરળ બનવા માટે એસ-પેન સ્ટાઇલ અને નવા કેમેરા ફીચર પણ હશે. સેમસંગ ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં એપ્પલ અને વનપ્લસ સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. જે દુનિયાના સૌથી મોટા સ્માર્ટફોન બજારોમાંથી એક છે. 


ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં વીવો અને શાઓમી પણ પોતાની રૂચિ દાખવે છે, આ સેગમેંટમાં આ કંપનીઓ પણ પોતાના માટે સ્થાન બનાવવામાં લાગી છે. ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં વનપ્લસ 29 ટકા ભાગીદારી સાથે ટોચના સ્થાન પર છે. ત્યારબાદ સેમસંગનો નંબર છે. એપ્પલ આ કેટેગરીમાં ત્રીજા સ્થાને છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube