SAMSUNG એ લોન્ચ કરી 10000mAh વાળી વાયરલેસ પાવર બેંક
સેમસંગ ઇન્ડીયાએ વાયરલેસ ઉપકરણોના પોતાના પોર્ટફોલિયાનો વિસ્તાર કરતાં વાયરલેસ પાવર બેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડને રજૂ કરવાની જાહેરાત કરી છે. સેમસંગ ઇન્ડીયાએ બુધવારે વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉપકરણોનો વિકાસ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની સાથે ગેલેક્સી બડ્સ તથા ગેલેક્સી વોચ જેવા પહેરવાના ઉપકરણોને આ પાવરબેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડથી ચાર્જ કરી શકાશે.
નવી દિલ્હી: સેમસંગ ઇન્ડીયાએ વાયરલેસ ઉપકરણોના પોતાના પોર્ટફોલિયાનો વિસ્તાર કરતાં વાયરલેસ પાવર બેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડને રજૂ કરવાની જાહેરાત કરી છે. સેમસંગ ઇન્ડીયાએ બુધવારે વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉપકરણોનો વિકાસ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની સાથે ગેલેક્સી બડ્સ તથા ગેલેક્સી વોચ જેવા પહેરવાના ઉપકરણોને આ પાવરબેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડથી ચાર્જ કરી શકાશે.
જાણો મોદી સરકારમાં કોણ બનશે નાણામંત્રી, કઇ ભૂમિકામાં રહેશે અમિત શાહ
કંપનીના મોબાઇલ બિઝનેસના નિર્દેશક આદિત્ય બબ્બરે કહ્યું કે સેમસંગનું જોર ઇનોવેટિવ ઉત્પાદનો પર રહે છે અને તે આ કડીમાં તેને આ નવા ઉપકરણો રજૂ કર્યા છે. 10,000 એમએએચ ક્ષમતા સાથે આવે છે, જેમાં ડિવાઇસને એક સાથે (1 વાયરલેસ અને 1 વાયર્ડ) ચાર્જ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ બંનેમાં એડેપ્ટિવ ફાસ્ટ ચાર્જિંગ અને ક્વિક ચાર્જ 2.0ને સપોર્ટ કરે છે.
ઉદ્યોગ જગતે મોદી સરકારના કર્યા વખાણ, આ વખતે ઇકોનોમીમાં સાહસિક સુધારાની આશા
તો બીજી તરફ વાયરલેસ ચાર્જર ડુઓ પેડ ગત આવૃતિની તુલનામાં વધુ ઝડપથી ઉપકરણોને ચાર્જ કરી શકે છે. કંપનીએ વાયરલેસ પાવરબેંકની કિંમત 3,699 રૂપિયા અને વાયરલેસ ચાર્જર ડુઓની કિંમત 5,999 રૂપિયા નક્કી કરી છે.