SAMSUNG નો Galaxy Tab Active 2 લોન્ચ, અડધા કલાક સુધી પાણીમાં રહેશે તો પણ થશે નહી ખરાબ
તેમાં 4,450 એમએએચની રિપ્લેસેબલ બેટરી, મજબૂત એસ-પેન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ અને સેમસંગના સિક્યોરિટી પ્લેટફોર્મ-નોક્સ આપવામાં આવ્યું છે, જે માલવેર અને હેકર્સથી સંવેદનશીલ જાણકારીઓ સુરક્ષિત રાખે છે.
નવી દિલ્હી: સેમસંગે ગુરૂવારે ટેબલેટ શ્રેણીમાં નવી પેશકશ- 'ગેલેક્સી ટેબ એક્ટિવ 2' લોન્ચ કર્યો, જે મિલિટ્રી ગ્રેડ ડિઝાઇન અને મજબૂતીથી સજ્જ છે અને તેની કિંમત 50,990 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઇસમાં હાઇટેક ટચની ઉપરાંત પોગો પિન આપવામાં આવી છે. પોગો પિન એક ડિવાઇસ છે, જે ઘણા ડિવાઇસોને એકસાથે કનેક્ટ અને ચાર્જ કરી શકે છે અથવા પછી એકદમ સરળતાથી કોઇ લેપટોપ અને કીબોર્ડને ડિવાઇસ સાથે જોડી શકે છે. આ ઉપરાંત તેમાં 4,450 એમએએચની રિપ્લેસેબલ બેટરી, મજબૂત એસ-પેન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ અને સેમસંગના સિક્યોરિટી પ્લેટફોર્મ-નોક્સ આપવામાં આવ્યું છે, જે માલવેર અને હેકર્સથી સંવેદનશીલ જાણકારીઓ સુરક્ષિત રાખે છે.
ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર
સેમસંગ ઇન્ડીયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (આઇટી અને મોબાઇલ એંટરપ્રાઇઝ બિઝનેસ) સુકેશ જૈને કહ્યું હતું કે 'સેમસંગ ગેલેક્સી ટેબ એક્ટિવ 2' એક મજબૂત ડિવાઇસ છે, જેને આઇટી દ્વષ્ટિકોણથી મેનેજ કરવો સરળ છે, આ વિશિષ્ટ કાર્યાલય ઉપયોગના દાયરાથી મોબાઇલ વર્કફ્લોજને સારો બનાવવા માટે ફીચર્સ અને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવેલી એસેસરીઝ પુરી પાડે છે.'
અઠવાડિયાના પ્રથમ દિવસે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો તમારા શહેરોનો ભાવ
આ ડિવાઇસને એમઆઇએલ-એસટીડી-810જી અને આઇપી68 સર્ટિફિકેશન મળ્યું છે અને દક્ષિણ કોરિયાઇ દિગ્ગજનો દાવો છે કે આ વાઇબ્રેશંસ, દુર્ઘટનાવશ પડી જતાં, વરસાદ, ધૂળ, વધુ પડતી ગરમીથી બિલકુલ સુરક્ષિત છે અને 30 મિનિટ સુધી 1.5 મીટર ઉંડા રહેવા છતાં પણ ખરાબ થતો નથી. આ ડિવાઇસ માર્ચ સુધી માર્ચના બીજા અઠવાડિયા સુધી બજારમાં ઉપલબ્ધ થશે.