નવી દિલ્હીઃ ઘણા સમયથી ચર્ચિત સેમસંગ (Samsung)એ સત્તાવાર રીતે પોતાના S20 સિરીઝ ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે  Galaxy S20, Galaxy S20+ અને Galaxy S20 Ultra સ્માર્ટફોનને લોન્ચ કર્યાં છે. તેનું લોન્ચિંગ સેન ફ્રાન્સિસ્કોમાં થયેલી એક ઇવેન્ટમાં કરવામાં આવી રહી છે. ત્રણેય સ્માર્ટફોનમાં એક સરખા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો કેમેરો, ડિસ્પ્લે અને બેટરી જેવા ફીચર અલગ-અલગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ફીચર્સ
આ ફોનમાં QHD (1,440x3,200 પિક્સલ) રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 563ppiની સાથે 6.2 ઇંચ ઇનફિનિટી-O ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ત્રણેય ફોન 128 GB સ્ટોરેજની સાથે  8 GB થી 12 GB સુધી રેમ આપવામાં આવી છે. Galaxy S20માં તમને 4000 mAH સુધીની બેટરી મળશે, તો Galaxy S20 + માં 4,500 mAHની બેટરી મળશે.


કેમેરો છે ખાસ
સેમસંગના આ સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં સુપર સ્પીડ ડુઅલ પિક્સલ AF અને OISની સાથે 12MP વાઇડ એન્ગલ સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને PDAF અને OISની સાથે 64MP ટેલીફોટો કેમેરા સામેલ છે.  Galaxy S20ની કિંમત 71300 રૂપિયા અને Galaxy S20 + ની કિંમત લગભગ 85500 રૂપિયા સુધી રાખવામાં આવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર