નવી દિલ્હી: વિશ્વ વિખ્યાત કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (Samsung)એ પોતાના ગેલેક્સી એમ21 એસ ફોન  (Galaxy M21s)ને લોન્ચ કરી દીધો છે. દમદાર બેટરી અને કેમેરા સાથે જ  M સીરીઝનો સૌથી લેટેસ્ટ ફોન છે. હાલ કંપનીએ આ ફોનને બ્રાજીલમાં લોન્ચ કર્યો છે અને આ ભારતમાં લોન્ચ થયેલા F41 નું રિબ્રાંડેડ વર્જન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ફોનના સ્પેસિફિકેશન
જો ફોનને બેટરીની વાત કરીએ તો પછી તેમાં 6,000 mAhની બેટરી આપવામાં આવી છે અને આ 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનની બ્રાજીલમાં કિંમત 1,529 BRL (લગભગ 20,500 રૂપિયા) છે. આ ફોન 4 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગેલેક્સી એફ41 ને 6 જીબી રેમ સાથે 64 જીબી તથા 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 15,499 રૂપિયા છે.


ફોન એંડ્રોઇડ 10 પર કામ કરે છે. કનેક્વિવિટી માટે ફોનમાં વાઇફાઇ બ્લ્યૂટૂથ 5.0, જીપીએસ, યૂએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 6.4 ફૂલ એચડી + (1080x2340 પિક્સલ) સુપર એમોલેડ ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા કોર એક્સીનોસ 961 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 


ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા
આ ફોનનો કેમેરો પણ દમદાર છે. ફોનમાં કંપનીએ ટ્રિપલ રિયર કેમેરા આપ્યો છે. પ્રાઇમરી કેમેરા 64એમપીનો, સેકન્ડરી કેમેરા 8એમપી અને એક 5એમપીનો છે. સેલ્ફી માટે 32એમપીનો ફ્રન્ટ કેમેરો છે, જેથી ખૂબ જ સારા ફોટા પાડી શકો છો. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube