નવી દિલ્હી: તહેવારની સીઝનમાં હવે તમામ નાની મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવામાં લાગી ગઇ છે. લોકો વચ્ચે ખરીદીનો ટ્રેંડ જોતાં કોરિયાઇ કંપની Samsung એ નવું ફિટનેસ ટ્રેકર  (Fitness Tracker) લોન્ચ કર્યું. સેમસંગએ આ નવા ગેજેટને ગેલેક્સી ફીટ2 (Galaxy Fit2) નામ આપ્યું છે. ગેલેક્સી ફીટ2 (Galaxy Fit2) સ્લિમ, લાઇટવેટ, લાંબાગાળાની બેટરી અને ટ્રેકિંગ ફીચર્સથી સજ્જ છે. ખાસ વાત તેની બેટરી લાઇફ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 3999 રૂપિયામાં મળશે આ નવું ટ્રેકર
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com ના અનુસાર તેનું વજન 21 ગ્રામ છે અને 159 mAhની બેટરીથી સજ્જ છે. આ બેટરી સાથે આ એક ફરી ચાર્જમાં 15 દિવસ સુધી કામ કરે છે. તેની કિંમત 399 રૂપિયા છે અને તે બે કલર બ્લેક સ્કારલેટમાં ઉપલબ્ધ છે. તેનું વેચાણ 16 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂક્યું છે. Galaxy fit2 માં એક ઇંડેટેડ સ્ટ્રિપ છે જે પરસેવાને જમા થવા દેતો નથી. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube