Samsung Launches Micro LED TV, કીંમત 1.15 કરોડ રૂપિયા, જાણો ફીચર્સ
સેમસંગે કહ્યું કે તેમનો ટાર્ગેટ આ ટીવીને સંયુક્ત રાજ્ય અમેરિકા, મધ્ય પૂર્વ અને કેટલાક યૂરોપીય દેશોમાં વેચવાનો છે, પરંતુ પછી તે તેની વૈશ્વિક ઉપલબ્ધતાનો વિસ્તાર કરશે.
નવી દિલ્હી: કોરિયન કંપની સેમસંગે એક નવું 1.15 કરોડ રૂપિયા (156,400 ડોલર)નું એક નવું Micro LED TV લોન્ચ કર્યું છે. સ્પષ્ટ છે કે તમારા મનમાં સવાલ થઇ રહ્યો હશે કે આખરે આ ટીવીમાં એવું શું ખાસ છે. આવો અમે તમને જણાવીએ કે આ ટીવી આટલું કેમ મોંઘું છે...
જાણો ફીચર્સ
Micro LED TV માં માઇક્રોમીટરના આકારના એલઇડી ચિપ્સને સિંગ્યુલર પિક્સલના રૂપમાં ઉપયોગ કરે છે જોકે સારા રિઝોલ્યૂશન અને હાયર ક્લિયરિટી આપે છે. સેમસંગે પહેલીવાર પોતાના વોલ એલઇડી ડિસ્પ્લે (Wall LED Display)ને 2018માં ધ વોલ નામની બ્રાંડ હેઠળ કમર્શિયલ ઉપયોગ માટે લોન્ચ કર્યું હતું, પરંતુ આ હોમ સિનેમા માટે પણ પ્રોડક્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
લેપટોપ ચાર્જ કરતી દેશની પ્રથમ પાવરબેંક, જાણો કિંમત અને ફીચર્સ
સેમસંગે કહ્યું કે તે ભવિષ્યમાં 70 ઇંચથી લઇને 100 ઇંચ સુધીની સ્ક્રીન સાઇઝવાળા માઇક્રો એલઇડી ટીવી લાવવાનો વિકલ્પ જોઇ રહ્યું છે. તેમનું નવું 11ઓ ઇંચ માઇક્રો એલઇડી ટીવી 3.3 વર્ગ મીટર ક્ષેત્રમાં 8 મિલિયનથી વધુ આરજીબી એલઇડી ચિપ્સનો ઉપયોગ કરે છે, જોકે 4K રિઝોલ્યૂશનની ક્વાલિટી આપે છે. તેમાં એક માઇક્રો એઆઇ પ્રોસેસર પણ છે.
સેમસંગે કહ્યું કે તેમનો ટાર્ગેટ આ ટીવીને સંયુક્ત રાજ્ય અમેરિકા, મધ્ય પૂર્વ અને કેટલાક યૂરોપીય દેશોમાં વેચવાનો છે, પરંતુ પછી તે તેની વૈશ્વિક ઉપલબ્ધતાનો વિસ્તાર કરશે.
સેમસંગના વિજ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસ એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ ચૂ જોંગ-સુકએ એક ઓનલાઇન ઇવેન્ટમાં કહ્યું- સેમસંગએ માઇક્રો એલઇડી ટીવી બજારને બનાવવા અને તેનું નેતૃત્વ કરવાનો ટાર્ગેટ છે. અમને વિશ્વાસ છે કે અમે આ પ્રોડક્ટને મોટી સંખ્યામાં વેચશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube