નવી દિલ્હી: Samsung Level U2 નેકબેંડ સ્ટાઇલ વાયરલેસ હેડફોન્સને ભારતમાં લોન્ચ કરી દીધા છે. કંપનીના દાવા અનુસાર આ નવા હેડફોન્સમાં સિંગલ ચાર્જ બાદ 500 કલાક સુધી સ્ટેન્ડબાય ટાઇમ મળશે. સાથે જ તેમાં 12mm ઓડિયો ડ્રાઇવર્સ પણ આપવામાં આવશે. Samsung Level U2 ને જુલાઇ 2015 માં લોન્ચ થયેલા ઓરિજનલ Samsung Level U ના 5 વર્ષ બાદ નવેમ્બરમાં સાઉથ કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Level U2 ની કિંમત ભારતમાં 1999 રૂપિયા રાખવામાં આવી છે. આ હેડફોન્સને ગ્રાહકલ બ્લેક અને બ્લૂ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. તેનું વેચાણ એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ અને સેમસંગ ઇન્ડીયા ઓનલાઇન સ્ટોર પર કરવામાં આવી રહ્યું છે. 

Airtel vs Vi: આ છે 300 રૂપિયાની અંદર મળનાર બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ, જુઓ લીસ્ટ


Samsung Level U2 ના સ્પેસિફિકેશન્સ 
આ હેડફોન્સમાં 12mm ડ્રાઇવર્સ આપવામાં આવ્યા છે. તેની ફ્રિકવેન્સી રિસ્પોન્સ 20,000Hz સુધી છે. આ હેડફોન્સમાં બ્લ્યૂટૂથ 5.0 કનેક્ટિવિટી અને બે માઇક્રોફોન્સ આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં AAC, SBC અને સ્કેલેબલ કોડેકનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. 


Samsung આ ડિવાઇસમાં નેકબેંડ ડિઝાઇન આપવામાં આવી છે. એવામાં આ નેકમાં સારી રીત ફીટ થાય છે. આ હેડફોન્સમાં ફિજિકલ બટન્સ પણ આપવામાં આવ્યા છે. તેમાં યૂઝર્સ ટચ કર્યા વિના કોલસને રિસીવ, મ્યૂટ અને રિજેક્ટ કરી શકે છે. 

WhatsApp ને તમારો મોબાઇલ નંબર જણાવ્યા વિના કરો Chatting, આ છે કમાલની Trick


Samsung Level U2 માં ઇન-બિલ્ટ બેટરી પણ આપવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર તેમાં સિંગલ ચાર્જમાં 500 કલાકના સ્ટેન્ડબાય ટાઇમ અને 18 કલાક સુધી મ્યૂઝિક પ્લેબેક મળશે. સાથે જ આ ડિવાઇસમાં ચાર્જિંગ માટે USB ટાઇપ-સી પણ ઉપલબ્ધ છે. તેનું વજન 41.5 ગ્રામ છે. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube