ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં ગેલેક્સી 'એમ'ના સફળતાપૂર્વક લોન્ચ બાદ સેમસંગ આ મહિને 15 હજાર રૂપિયાની શરૂઆતી કિંમતવાળા 'એમ30' લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર ગેલેક્સી 'એમ30'નું વેચાણ પ્રથમ અઠવાડિયામાં શરૂ થઇ જશે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા છે અને આ પાંચ હજાર એમએચએ બેટરીથી સજ્જ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર 10 ટકા વધારી શકે છે પ્રાકૃતિક ગેસની કિંમત, જાણો કેટલો વધશે ભાવ


સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે લઇને આવશે, જો કે યુવા પેઢી માટે એક ધમાકેદાર રજૂઆત હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી 'એમ30' 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે. આ ડિવાઇસ 5જીબી-128 જીબી વર્જનમાં પણ ઉપલબ્ધ હોઇ શકે છે.

TVS એ લોન્ચ કરી આ લોકપ્રિય બાઇકનું 'કારગિલ એડિશન', ભારતીય સેનાથી પ્રેરિત છે આ મોટરસાઇકલ


સેમસંગ ગેલેક્સી M30 માં 3 રિયર કેમેરા લાગેલા છે જે 13+5+5 મેગાપિક્સલના છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો લાગેલો છે. ડિસ્પ્લેની વાત કરીએ તો ગેલેક્સી એમ30માં 6.38 ઇંચની ડિસ્પ્લે છે, જે ટિયરડ્રોપ નોચ સાથે છે. તેને ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે કહેવામાં આવે છે.