ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્માર્ટફોન કંપની SAMSUNGનો F62 સ્માર્ટફોન છે. જેમાં Samsung Exynos 9825નું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ક્વોડ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. જે ફોટોગ્રાફી કરતા લોકો માટે રહેશે બેસ્ટ. આ ફોનમાં 7000mAHની હાઈ કેપેસિટી બેટરી છે. સેમસંગના M51 બાદ આ કંપનીએ પોતાનો બીજો લાંબી બેટરીવાળો ફોન લોન્ચ કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ક્રિન અને સ્ટોરેજ
SAMSUNG F62માં 6.67 ઈંચની FHD+(1080*2340) AMOLED પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 6GB 128GBના વેરિયંટમાં મળશે. કંપનીએ આ ફોનને FULL ON SPEEDY હેશટેગ સાથે પ્રોમોટ કર્યો છે.

કેમેરા
ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 64 મેગાપિક્સલ(f/1.7)નો પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરો(f/2.2), 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર(f/2.4) અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ(f/2.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી
SAMSUNG F62 સ્માર્ટફોનમાં 7000 mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. સાથે જ ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

સોફ્ટવેર
SAMSUNG F62 એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI 3.0 પર ચાલે છે. ફોનમાં 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.0, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે.

કલર અને કિંમત
SAMSUNG F62 સ્માર્ટફોન ગ્રેડિયંટ ગ્રીન કલરમાં મળી રહેશે. ફોનની કિંમત 15 ફેબ્રુઆરીના કંપની જાહેર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube