Samsung ના Mobile માં આવ્યું `ભૂત` ! પોતાની રીતે થઈ રહ્યાં છે રિસ્ટાર્ટ! તમારો ફોન જોયો?
તમારો ફોન ચાલુ હોય, અગત્યની કોઈ માહિતી તમે ફોનમાં ચેક કરતા હોવ અને અચાનક ફોનમાં લાઈટ ચમકે અને ફોન આપમેળે બંધ થઈ જાય તો? તમે કંઈક વિચારવા જાવ ત્યાં ફરી ફોન ચાલુ થઈ જાય તો? સેમસંગના ફોનમાં અત્યારે આવી ગયું છે `ભૂત`!
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેગા જાયન્ટ કંપની Samsungના અનેક ફોનમાં ફરી એક સમસ્યાની ફરિયાદ લોકો કરી રહ્યાં છે. Samsungના Galaxy A અને Galaxy M સીરિઝના મોડલ્સમાં સમસ્યા ઉભી થઈ છે. આમાં ફોન પોતાની રીતે રિસ્ટાર્ટ થઈ જાય છે. આ અંગે SamMobile કંપનીમાં રિપોર્ટ કર્યું છે.
Samsung Galaxy M30s, Galaxy M31, Galaxy M31s, Galaxy A50, Galaxy A50s અને Galaxy A51ને લઈ કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોન પોતાની રીતે રિસ્ટાર્ટ થઈ રહ્યાં છે. Samsungનો Galaxy M સીરિઝ કંપનીના બજેટ ફોન લોન્ચ કરે છે. જ્યારે Galaxy A સીરિઝ મીડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરે છે. આપને જણાવી દઈએ કે Samsung Galaxy A51 2020નો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન હતો.
આ સ્માર્ટફોનના યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમની ડિવાઈસ પોતાની રીતે સ્ટોપ થઈ જાય છે અને એની રીતે જ રિસ્ટાર્ટ થઈ જાય છે. આ સમસ્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફેક્ટરી ડેટા રિસેટ કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. Samsungએ આ સમસ્યાને ઓફિશિયલી કન્ફર્મ નથી કર્યું. ખાસ વાત એ છે કે આ તમામ ફોન Samsungના Exynos પ્રોસેસર પર ચાલે છે. ઓનલાઈન ફોરમમાં પણ કેટલાક કસ્ટમરે જણાવ્યું કે તેમને ફોનમાં પણ આજ સમસ્યા થઈ રહી છે.
જ્યારે તેઓ કસ્ટમર કેર પાસે ગયા તો તેમણે કહ્યું કે મધરબોર્ડમાં પ્રોબ્લેમ છે. જો કે શું પ્રોબ્લેમ છે તે જણાવી ન શક્યા. કેટલાક યુઝર્સે કહ્યું કે સેમસંગના સર્વિસ સેન્ટર પર તેમણે મધરબોર્ડ બદલવા કહેવામાં આવ્યું. જેની કિંમત 100 ડોલર છે. કંપની આગામી દિવસોમાં Galaxy M52 5g લોન્ચ કરવાની તૈયારીમાં છે. આમાં Qualcomm Snapdragon 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેવામાં આ ફોન્સની સમસ્યાથી આવનારા ફોન પર તેની અસર પડી શકે છે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube