સેમસંગ યૂઝર્સ થઈ જજો સાવધાન! ભારત સરકારે જાહેર કરી ચેતવણી, `હેકર્સ કરી શકે છે એટેક`
હાલમાં સેમસંગના ફોનમાં એક સુરક્ષા ખામી મળી છે જેના કારણે યૂઝર્સને ફોન હેક થઈ શકે છે. એટલા માટે ભારતીય સરકારે લોકોને આ વિશે ચેતવણી જાહેર કરી છે.
ભારતમાં ઘણા બધા લોકો સેમસંગના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સેમસંગની પાસે ભારતમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્માર્ટફોન છે જે ભારતમાં જ બનાવવામાં આવે છે. એન્ડ્રોઈંડ ફોન ઉપયોગ કરનાર લોકોને સેમસંગનો ફોન ખુબ જ પસંદ પડી રહ્યો છે. સેમસંગ પોતાના યૂઝર્સની સુરક્ષાનું ખુબ ધ્યાન રાખે છે અને સમય સમય પર પોતાના ફોનના સોફ્ટવેયરને અપડેટ કરે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, હાલમાં સેમસંગના ફોનમાં એક સુરક્ષા ખામી મળી છે જેના કારણે યૂઝર્સના ફોન હેક થઈ શકે છે. એટલા માટે ભારતીય સરકારે લોકોને આ વિશે ચેતવણી આપી છે.
હાઈ રિસ્ક પર સેમસંગ ફોન્સ
ભારત સરકારના CERT-In એ કહ્યું કે સેમસંગના અમુક ફોનમાં એક સુરક્ષા ખામી છે. આ ખામીના કારણે હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે અને તેમાં કંઈ પણ કરી શકે છે. આ ખામી સેમસંગના Exynos 9820, 9825, 980, 990, 850 અને W920 પ્રોસેસરવાળા ફોનમાં છે.
CERT-In એ કહ્યું કે સેમસંગના અમુક ફોનમાં એક સુરક્ષા ખામી છે જે યૂઝ આફ્ટર ફ્રી બગ ના કારણે થઈ છે. આ ખામીના કારણે હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે અને તેમાં કંઈ પણ કરી શકે છે.
કેવી રીતે રહી શકશો સુરક્ષિત?
સેમસંગના યૂઝર્સને તમારા ફોનના સોફ્ટવેયરને જલ્દીથી અપડેટ કરવું જોઈએ જેથી હેકર્સ તમારા ફોનમાં ઘૂસીને તમારા પૈસા ચોરી ના શકે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ કહ્યું કે આ સુરક્ષા ખામીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને યૂઝર્સને જલ્દીથી પેચ લગાવવો જોઈએ.