સેમસંગ ખૂબ જલદી લોન્ચ કરશે Samsung Galaxy A70s, જાણો શું હશે તેમાં ખાસ
સેમસંગ (Samsung) ભારતીય બજાર ફરીથી પોતાની પકડ મજબૂત કરવાઓ પ્રયત્નમાં છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં કંપનીએ ગેલેક્સી એ સીરીઝનો સ્માર્ટફોન Samsung Galaxy A70 લોન્ચ કર્યો હતો. હવે કંપની તેનું અપડેટ અને નવું વર્જન Samsung Galaxy A70 લોન્ચ કરવા જઇ રહી છે.
નવી દિલ્હી: સેમસંગ (Samsung) ભારતીય બજાર ફરીથી પોતાની પકડ મજબૂત કરવાઓ પ્રયત્નમાં છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં કંપનીએ ગેલેક્સી એ સીરીઝનો સ્માર્ટફોન Samsung Galaxy A70 લોન્ચ કર્યો હતો. હવે કંપની તેનું અપડેટ અને નવું વર્જન Samsung Galaxy A70 લોન્ચ કરવા જઇ રહી છે.
સ્પેસિફિકેશન્સ
માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં પહેલીવાર 64 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે. થોડા દિવસો પહેલાં કંપનીએ તેનો ખુલાસો કર્યો હતો. જ્યારે Samsung Galaxy A70 માં પ્રાઇમરી સેન્સર 32 મેગાપિક્સલનો છે. મીડિયા રિપોર્ટના અનુસાર આ સ્માર્ટફોન બ્લેક, વ્હાઇટ અને લવેંડર કલરમાં લોન્ચ કરવામાં આવશે. હાલ તેની કિંમતને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી.
(ફોટો સાભાર ટ્વિટર)
Samsung Galaxy A70 ના સ્પેસિફિકેશન્સ
આ ગેલેક્સી સીરીઝનો છઠ્ઠો સ્માર્ટફોન છે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમત 28,990 રૂપિયા રાખવામાં આવી છે. તેનો ડિસ્પ્લે 6.7 ઇંચની ફૂલ HD+Super AMOLED છે. ક્વોલકમ સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસરથી સજ્જ આ ફોનની મેમરી 128જીબી છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી મેમરી 512 GB સુધી વધારી શકાય છે. RAM 6GB છે. આ સ્માર્ટફોનમાં 32MP+8MP+5MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા પણ 32MP નો છે. બેટરીની ક્ષમતા 4500 mAh છે જે સુપરફાસ્ટ ચાર્જિંગથી સજ્જ છે.