નવી દિલ્હીઃ ઓસ્કાર એવોર્ડ દરમિયાન સેમસંગના આગામી ફોલ્ડેબલ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન Galaxy Z Flipની પ્રથમ ઝલક જોવા મળી હતી. હકીકતમાં અહીં આ સ્માર્ટફોનની જાહેરાત ચલાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સપ્તાહથી Galaxy Z Flip વિશે માહિતી આવતી રહી છે અને તેના ફીચર્સ લીક થયા હતા. આ સ્માર્ટફોન Galaxy Foldથી અલગ છે અને oto Razrના નવા મોડલની જેમ ફોલ્ડ થાય છે. 


11 જાન્યુઆરીએ સેમસંગની Unpacked ઇવેન્ટ છે. આ દરમિયાન કંપની Galaxy S20 સિરીઝ લોન્ચ કરશે અને તેની સાથે એક ફોલ્ડેબલ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન Galaxy Z Flip પણ લોન્ચ કરવામાં આવશે. 


આ જાહેરાતથી તે સ્પષ્ટ છે કે તે સંપૂર્ણ રીતે વળનારો સ્માર્ટફોન છે. તેમાં સેકન્ડરી ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ફોલ્ડ થયા બાદ કામ કરે છે. ઇનકમિંગ કોલ દરમિયાન સેકેન્ડરી સ્ક્રીન પર તમે કોલર આઈડી જોઈ શકશો. ત્યાંથી તમે રિપ્લાઇ પણ કરી શકો છો. 


આ જાહેરાતમાં તે જણ દેખાડવામાં આવ્યું કે, વીડિયો કોલ્સ માટે તમે આ સ્માર્ટફોનને ટેબલ પર 90 ડિગ્રી એન્ગલ પર રાખી શકો છો. આ સ્માર્ટફોના હાર્ડવેરનો જ્યાં સુધી સવાલ છે, તો તેમાં કંપની Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપી શકે છે. તેમાં બે પ્રાઇમરી કેમેરા આપવામાં આવશે અને 3,300mAhની બેટરી હશે. 


આ સ્માર્ટફોનની કિંમત 1400 ડોલર રાખવામાં આવી શકે છે. સેમસંગનો Galaxy Fold ભારતમાં મોંઘો હોવાથી વધુ સફળ ન થઈ શક્યો. હવે તે જોવાનું રહેશે કે નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનને કંપની ભારતમાં લોન્ચ કરે છે કે નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર