Sanchar Saathi Portal: આજકાલ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ હોય છે. મોબાઈલ હવે જીવન જરૂરીયાતની વસ્તુ સમાન બની ગયા છે. જેના વિના જીવન જીવવું મુશ્કેલ લાગે છે. તેવામાં જ્યારે મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય ત્યારે લોકો ટેન્શનમાં આવી જાય છે કારણ કે મોબાઈલમાં બેન્ક અકાઉન્ટ સહિત મહત્વપૂર્ણ રેકોર્ડ હોય છે. તેવામાં આ ચિંતા દુર કરવા માટે ટેલિકોમ વિભાગે મંગળવારે સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના દ્વારા હવે દેશભરના લોકો તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરી શકશે. આ પોર્ટલ પરથી ફોનને બ્લોક પણ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આ પણ વાંચો:


Jio યૂઝર્સને મૌજ જ મૌજ : રોલ આઉટ થયો Premium Subscription Plan, આ સુવિધાઓ મળશે ફ્રી


આ Stove પર ગેસ અને વિજળી વિના બનશે રસોઈ, દર મહિને થશે 1100 રૂપિયાની બચત


આ ટેમ્પરેચર પર સેટ કરી આખો દિવસ ચલાવશો AC તો પણ લાઈટનું બીલ આવશે એકદમ ઓછું


 


દેશમાં હવે કોઈ પણ વ્યક્તિનો ફોન ખોવાઈ જાય તો સંચાર સાથી નામની સુવિધાથી તમારો ફોન મળી જશે.  જી હા  કેન્દ્ર સરકારે સંચાર સાથી ગર્વમેન્ટ ડોટ ઈન નામનું એક ખાસ પોર્ટલ તૈયાર કર્યું છે. જે આજથી સમગ્ર દેશમાં ચાલુ થશે. સંચાર સાથી પોર્ટલની મદદથી ખોવાયેલા કે ચોરાયેલા ફોનનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ થઈ શકશે. અત્યાર સુધી પાયલટ પ્રોજેક્ટ તરીકે આ સુવિધા માત્ર દિલ્લી અને મુંબઈમાં મળતી હતી. પરંતુ હવે તે દેશભરના લોકો માટે ઉપલબ્ધ છે.


 


કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સંચાર સાથી પોર્ટલ દ્વારા લોકો જૂના મોબાઈલની ખરીદી પહેલા તેની ચકાસણી પણ અહીં કરી શકે છે.  જો કોઈ વ્યક્તિનો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો તે વ્યક્તિ આ પોર્ટલ પર જઈ અને કેટલીક ફોર્માલીટી પુરી કરી ખોવાયેલ ફોનને બ્લોક કરી શકે છે.


 


સંચાર સાથી ગર્વમેન્ટ ડોટ ઈન નામના પોર્ટલ પર ચોરી થયેલા કે ખોવાયેલા ફોન બ્લોક કરી શકાય છે. તમારા આઈડી પર કેટલા ફોન અને કેટલાં સિમ છે તેની જાણકારી મળી શકે છે. એટલું જ નહીં, માર્કેટિંગ કોલ અને ટેલિકોમ નેટવર્ક પર છેતરપિંડીની જાણકારી પણ મળશે. અત્યાર સુધીમાં આ પોર્ટલની મદદથી 4 લાખ 69 હજાર 867 ફોન બ્લોક કરવામાં આવ્યા છે અને 2 લાખ 40 હજાર 925 ફોનને ટ્રેસ કરવામાં આવ્યા છે. તો 8,022 મોબાઈલ ફોનની રિકવરી કરવામાં આવી છે.