નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા SBI એકાઉન્ટ હોલ્ડર માટે એક સારા સમાચાર આવી ગયા છે. હવે તમારે નાના મોટા પેમેન્ટ માટે કેશ અથવા કાર્ડ રાખવાની જરૂર નથી. એસબીઆઇ એક નવી ટેક્નોલોજી લઇને આવ્યું છે. તેની મદદથી તમે કોઇપણ દુકાનમાં સામાન ખરીદવા માટે અંગૂઠાની મદદથી પેમેન્ટ કરી શકશો. SBI એ પોતાના નવા BHIM-Aadhaar-SBI platform સેવા શરૂ કરી છે. તેમાં દુકાનદારોને એક અંગૂઠા સ્કેનિંગ મશીન આપવામાં આવશે. જો ખરીદદાર પાસે પૈસા અથવા કાર્ડ નથી તો તે ફક્ત પોતાનો અંગૂઠો સ્કેન કરાવશે અને ચૂકવણી થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાતાધારકોને પહેલા કરાવવું પડશે રજિસ્ટ્રેશન
SBI ના અનુસાર સૌથી પહેલાં ખાતાધારકોએ BHIM-Aadhaar-SBI એપ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એકવાર રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ ખાતાધારક તે દુકાનોમાં પૈસા વિના ખરીદી કરી શકશે જ્યાં BHIM-Aadhaar-SBI સુવિધા ઉપલબ્ધ હોય. બેન્ક એપ દ્વારા રજિસ્ટર્ડ ખાતાધારકોના એકાઉન્ટને આધાર દ્વારા વેરિફાઇ કર્યા બાદ અંગૂઠો સ્કેનિંગ પેમેન્ટની સુવિધા શરૂ કરી દેશે. કોઇપણ ચૂકવણી સીધી ખાતાધારકના ખાતામાંથી થઇ જશે. 


દુકાનદારોને આપવામાં આવશે થંબ સ્કેનિંગ મશીન
SBI એ દેશના નાના-મોટા દુકાનદારોને કહ્યું કે કેશ અથવા કાર્ડ વિના પેમેન્ટ સુવિધા માટે બેન્કનો સંપર્ક કરો. બેન્ક આ દુકાનદારોને એક થંબ સ્કેનિંગ મશીન ઉપલબ્ધ કરાવશે જે ગ્રાહકોના ખાતામાંથી ડાયરેક્ટ પેમેન્ટની સુવિધા પુરી પાડશે. 


એન્ડ્રોઇડ ફોન માટે તૈયાર છે એપ
SBI નું કહેવું છે કે નવી સુવિધા એન્ડ્રોઇડ એપ સ્ટોર દ્વારા ડાઉનલોડ કરી શકાય. તેના માટે OS v 4.2 - Jelly Bean અને તેનાથી નવા અપગ્રેડ વર્જન હોવું જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube