નવી દિલ્હીઃ વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે અને ભારતે પણ વાયરસથી બચવા માટે આ રીત અપનાવી છે. આ દરમિયાન સાઇબર ક્રિમિનલ્સ પણ પહેલાથી વધુ સક્રિય થઈ ગયા છે અને લોકોને નિશાન બનાવી રહ્યાં છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી છેલ્લા એક સપ્તાહમા બીજીવાર પોતાના ગ્રાહકોને ફ્રોડ અને આવા સાઇબર ક્રિમિનલ્સથી બચીને રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે. તમારી નાની ભૂલ સાઇબર ક્રાઇમ કરનારને એકાઉન્ટ ખાલી કરવાની તક આપી સકે છે અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના ગ્રાહકોને એક એસએમએસ મોકલીને ફ્રોડ માટે ફસાવવામાં આવી રહ્યાં છે. બેન્કે પોતાના ટ્વીટર એકાઉન્ડ પરથી તમામ ગ્રાહકોને આ ફ્રોડને લઈને એલર્ટ કર્યાં છે અને તેની જાણકારી આપી છે. હકીકતમાં, કોરોનાના સંક્રમણને કારણે લૉકડાઉન દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કેશની જગ્યાએ વધુ થઈ રહ્યું છે. સાથે ઘણા બેન્ક કર્મચારીઓના ઘરેથી કામ કરવાની જગ્યાએ સિક્યોર નેટવર્કમાં સેંધ લગાવવાનો પ્રયત્ન સાઇબર ક્રિમિનલ્સે વધારી દીધો છે. એસબીઆઈ તરફથી આ પહેલા ઓટીપીની મદદથી થનારા ફ્રોડનું એલર્ટ આપવામાં આવ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર