ઝી બ્યૂરો, અમદાવાદઃ વીંછીને ઝેરી જીવ માનવમાં આવે છે. જો વીંછી ડંખ મારે અને સમયસર  સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ આ ઝેર ખુબ જ ઉપયોગી છે. એટલે જ તો હવે વીંછીના ઝેર પર એક નવી જ શોધ કરવામાં આવી છે. આ પૃથ્વી પર ઘણા બધા જીવજંતુઓ હોય છે. આ જીવજંતુઓમાંથી ઘણા બધા જંતુઓ ઝેરી પણ હોય છે. આ જીવજંતુ મોટા ભાગે તો વ્યક્તિના સપર્કમાં આવતા નથી અને માણસથી દૂર રહેતા હોય છે. આ જંતુ લોકો માટે જોખમી હોય છે. પરંતુ તેનું ઝેર ખુબ જ મહત્વનું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને માનવીને વધારે પ્રમાણમાં જીવજંતુઓમાં સાપ, વિંછી, કીડી, મકોડા, મધમાખી, મચ્છર અને કાનખજૂરા કરડવાનો ભય રહે છે. જો આ જીવજંતુઓ કરડે તો જેમાંથી સાપ અને વિંછી વધારે ઘાતક હોય છે. વીંછીનું ઝેર ખુબ જ કિંમતી હોય છે. પરંતુ વીંછીનું ઝેર મેળવવું ખુબ મુશ્કેલ પ્રક્રિયા હોય છે. પરંતુ હવે આને સરળ બનાવવા રોબોટ આવી ગયા છે.


કેવી રીતે કાઢવામાં આવે છે વીંછીનું ઝેર:
વીંછીને પાળવો જેટલું અઘરું કામ છે તેવી રીતે વીંછીનું ઝેર કાઢવું પણ એટલું જ મુશ્કેલ હોય છે. વીંછીનું ઝેર કાઢવા ચીપિયાથી પકડીને ટેબલ પર ટેપથી ચોંટાડી દેવામાં આવે છે. જેમાં વીંછીની પૂછડીને એક ટ્યુબમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ વીંછીને 12 વોલ્ટનો ઝટકો આપવામાં આવે છે. જેનાથી ઉતેજીત થઈ વીંછી ડંખ મારે છે. જેથી ટ્યુબમાં ડંખમાંથી આવેલા ઝેરને ફ્રિઝ કરવામાં આવે છે.


હવે રોબોટ કાઢશે વીંછીનું ઝેર:
માઉદ મકલમની ટીમે વીંછીનું ઝેર કાઢવા નવી શોધ કરી છે. વીંછીનું ઝેર કાઢવા ફિલ્ડ અથવા લેબમાં ઉપયોગમાં આવી શકે તેવા ઓછા વજનના રોબોટ બનાવ્યા છે. જેની બનાવટ એવી છે ઝેર કાઢવામાં વીંછીને પણ કોઈ પણ જાતની ઈજા નથી પહોંચતી.


કેવી રીતે આવ્યો રોબોટનો વિચાર:
મકલમ મોરક્કોના કિંગ હસન કાસાબ્લાંકા વિશ્વવિદ્યાલયમાં વીંછીના ઝેર કાઢવા પર શોધ કરી. જેમાં વીંછીનું ઝેર કાઢવા તેણે રોબોટ બનાવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં વીંછીના ઝેરની ખુબ જ ઊંચી કિંમત હોય છે જેથી દવાઓમાં વપરાતા ઝેરને કાઢવા માટે રોબોટબનાવવાન વિચાર આવ્યો


એક ગ્રામ ઝેરની કિંમત 7 લાખ રૂપિયા:
વીંછીના ઝેરની આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ ઊંચી કિંમત હોય છે.એક ગ્રામ વીંછીનું ઝેર વેચતાં 10 હજાર ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા મળે છે..એટલે જ વીંછીનું ઝેર દુનિયાની મોંઘી વસ્તુમાનું એક છે. વીંછીના ઝેરનો ઉપયોગ એન્ટિવેનમ ડોઝ અને હાયપરટેન્શન જેવા તમામ રોગો માટેની દવાઓ બનાવવા માટે થાય છે.


દરેક વીંછીના ઝેરમાં હોય છે અલગ પ્રોટીન:
વીંછીના ઝેરમાં અલગ અલગ પ્રકારના પ્રોટીનનું મિશ્રણ હોય છે. દરેક વીંછીના ઝેરમાં અલગ અલગ પ્રોટીન જોવા મળે છે. વીંછી શિકાર મુજબ ઝેરમાં પ્રોટીનની માત્રા બદલી શકે છે. વીંછીમાં સૌથી વધુ ઝેરી પ્રજાતીમાં આલ્ફા અને બીટા સ્કોર્પિયન નામના બે પ્રોટીન હોય છે. આ બંને પ્રોટીન સંવેદનસીલ સોડિયમ અને પોટેશિયમ માટે અવરોધ ઉભા કરી આઘાત પહોંચાડે છે.


વીંછીના ઝેરનો દવા બનાવવા થાય છે ઉપયોગ:
વીંછીનું ઝેર માણસ માટે જેટલો ઘાતક છે તેટલો જ ઉપયોગી પણ છે. એટલે જ કેટલાક લોકો વીંછી પકડી ઝેર કાઢવાનું કામ કરતા હોય છે. વીંછીના ઝેરનો દવા બનાવવા માટે ઉપયોગ થાય છે.