Best Selling SUVs Of India In FY2024-2025: આ વર્ષે, ભારતીય બજારમાં SUVનો ધૂમ છે અને Tata Motors, Maruti Suzuki, Hyundai Motor, Mahindra & Mahindra અને Kia Motors જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં અગ્રણી છે. હવે જ્યારે વાત આવે છે કે આ કંપનીઓની કઈ SUV સૌથી વધુ વેચાય છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધી Tata Punch સૌથી વધુ વેચાતી SUV હતી. ટાટા પંચે હ્યુન્ડાઈ ક્રેટા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી એસયુવી તેમજ મહિન્દ્રા સ્કોર્પિયોને હરાવી હતી. આવો, અમે તમને આ નાણાકીય વર્ષના અત્યાર સુધીના મહિનાઓમાં સૌથી વધુ વેચાતી 10 SUV વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા પંચનો જોવા મળ્યો દબદબો
ટાટા મોટર્સની સૌથી સસ્તી એસયુવી ટાટા પંચ આ દિવસોમાં ભારતમાં સૌથી વધુ વેચાતી કાર રહી છે અને આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 1,01,820 ગ્રાહકોએ તેને ખરીદી. આ આંકડો વાર્ષિક દ્રષ્ટિએ 40 ટકાના વધારા સાથે છે. 


બીજા નંબર પર હ્યુન્ડઈ ક્રેટા
હ્યુન્ડઈ ક્રેટા દેશમાં બીજી સૌથી વધુ વેચાનારી એસયુવી છે. ક્રેટાને છેલ્લા છ મહિનામાં 96416 ગ્રાહકોએ ખરીદી અને તે 15 ટકાના વાર્ષિક વધારા સાથે છે. 


ત્રીજા નંબર પર મારૂતિ સુઝુકી બ્રેઝા
મારૂતિ સુઝુકીની ટોપ સેલિંગ એસયુવી બ્રેઝા આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ત્રીજી સૌથી વધુ વેચાનારી એસયુવી છે અને તેને 14 ટકાના વાર્ષિક વધારા સાથે 93659 ગ્રાહકોએ ખરીદી.


મહિન્દ્રા સ્કોર્પિયો ચોથા સ્થાન પર
પાવરફુલ દેશી એસયુવી મહિન્દ્રા સ્કોર્પિયોનું છેલ્લા છ મહિનામાં 81,293 યુનિટ વેચાઈ છે અને તે વાર્ષિક રૂપથી આશરે 36 ટકાના વધારા સાથે છે. 


પાંચમાં નંબર પર મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ
મારૂતિ સુઝુકીની ક્રોસઓવર ફ્રોન્ક્સના આ વર્ષના પ્રથમ છ મહિનામાં 73841 યુનિટ વેચાયા છે અને તે 16 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે.


છઠ્ઠા નંબર પર Tata Nexon
ટાટા મોટર્સની લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી નેક્સોન એ છેલ્લા 6 મહિનામાં કુલ 72,350 યુનિટ્સનું વેચાણ કર્યું છે અને આ વાર્ષિક 8 ટકાનો ઘટાડો છે.


નંબર 7 પર હ્યુન્ડાઇ વેન્યુ
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 7મી સૌથી વધુ વેચાતી એસયુવી છે અને 56,521 ગ્રાહકો દ્વારા વાર્ષિક ધોરણે લગભગ 11 ટકાના ઘટાડા સાથે તેને ખરીદવામાં આવી છે.


8માં ક્રમે મારૂતિની ગ્રાન્ડ વિટારા
મારૂતિ સુઝુકીની પોપુલર મિડસાઇઝ એસયુવી ગ્રાન્ડ વિટારાના 55751 યુનિટ છેલ્લા છ મહિનામાં વેચાયા અને તે 6.6 ટકાનો વાર્ષિક ઘટાડો દર્શાવે છે. 


કિઆ સોનેટ નવમાં નંબર પર
કિઆ મોટર્સની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી કિઆ સોનેટના 38618 યુનિટ ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં વેચાયા છે. 


10માં ક્રમે મહિન્દ્રા એક્સયુવી 3એક્સઓ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની નવી સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી એક્સયુવી 3એક્સઓને છેલ્લા છ મહિનામાં 50501 ગ્રાહકોએ ખરીદી છે.