ભારતીય સ્માર્ટફોન બજારમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલી બ્રાંડ રિયલમી (RealMe)એ પોતાના નવા સેલ્ફી-કેંદ્રીત સ્માર્ટફોન 'રિયલમી યૂ1' લોંચ કર્યો. તેના 3જીબી/32 જીબી વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા અને 4જીબી/64 જીબી વેરિએન્ટની કિંમત 14,499 રૂપિયા રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ જણાવ્યું કે 'રિયલમી યૂ1' ને મીડિયાટેકના નવીનતમ હેલિયો પી70 પ્રોસેસર સાથે લોંચ કરવામાં આવ્યો છે આ એક્સક્લૂસિવ રૂપે અમેઝોન ડોટ.ઇન પર 5 ડિસેમ્બરથી બ્લેક, બ્લૂ અને ગોલ્ડ 3 રંગોમાં ઉપલબ્ધ હશે.

10મું પાસ છો તો રેલવેમાં નોકરી માટે કરો અરજી, 446 જગ્યા માટે પડી છે ભરતી


રિયલમીનું ફોકસ બજેટ પર છે. રિયલમીની શરૂઆત ઓપ્પોના ઓનલાઇન કેંદ્રીપ પેટા-બ્રાંડમાં થઇ હતી, પરંતુ તેની સફળતા સાથે જ એક અલગ બ્રાંડ બની ગઇ છે. રિયલમીના સ્માર્ટફોન વ્યાજબી કિંમતમાં સારા હાર્ડવેર અને નવા ફિચર્સ માટે જાણીતા છે. 


Realme U1 કંપનીની 'યૂ' સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન છે, જે ફોટોગ્રાફી પર કેંદ્રીત છે. Realme U1 નો સેલ્ફી કેમેરો 25 મેગાપિક્સલનો છે, જેનું એપરચર એફ/2.0 છે અને તેમાં સોનીનું આઇએમએક્સ576 સેંસર લાગેલું છે.

કેવી રીતે 'પતલૂન' બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક


તેમાં એઆઇ બ્યૂટીપ્લસ મોડ, ગ્રુપી મોડ, બેકલાઇટ મોડ અને એઆઇ ફેસ અનલોક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ડ્યૂઅલ કેમેરા 13 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલનો છે, જેમાં ક્રમશ એફ/2.2 અને એફ 2.4નું એપરચર આપવામાં આવ્યું છે. 


Realme U1 ની સ્ક્રીન 6.3 ઇંચની એફએચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે, જેની વોટર વોટરડ્રોપ નોચ આપવામાં આવ્યું છે. તેની ઓપરેટિંગ સિસ્ટમ એંડ્રોઇડ 8.1 ઓરિયો પર આધારિત છે અને તેમાં 3,500 એમએએચની બેટરી છે.