Whatsapp Tricks: વોટ્સએપ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. જેનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. વોટ્સએપની મદદથી લોકો કોઈપણ સાથે ચેટ કરી શકે છે, ઓડિયો અને વિડિયો શેર કરી શકે છે. ઓડિયો-વિડિયો કોલ પણ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સ તેમના ફોટો અને ડોક્યુમેન્ટની આપ લે પણ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલા ફોટા અને વીડિયો ફોનની ગેલેરીમાં પણ દેખાય છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વોટ્સએપમાં આવતા ફોટા અને વીડિયો ગેલેરીમાં જોવા મળતા નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવીએ. 


આ પણ વાંચો: UPI ATM કેવી રીતે કરે છે કામ ? જાણો બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રોસેસ


વોટ્સએપમાં મીડિયા વિઝિબિલિટી સેટિંગ હોય છે. આ સેટિંગ તમારા ફોનની ગેલેરીમાં વોટ્સએપ ફોટા અને વીડિયો બતાવવામાં આવે કે નહીં તે કંટ્રોલ કરે છે. જો આ સેટિંગ ઓફ હશે તો વોટ્સએપમાં આવતા ફોટો કે વીડિયો ગેલેરીમાં જોવા મળશે નહીં.


જો તમારા ફોનની ગેલેરીમાં પણ વોટ્સએપમાં આવેલા ફોટા અને વિડિયો જોવા મળતા નથી તો તમે આ સેટિંગ કરી શકો છો. જો આ સેટિંગ ઓફ હોય તો તેને ઓન કરો. આ સેટિંગને ઓન કરવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.


આ પણ વાંચો: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ સિક્રેટ ટ્રીક્સ અપનાવશો તો અડધાથી પણ ઓછી કિંમતે થશે ખરીદી


1. તેના માટે સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
2. જમણી બાજુએ ઉપરની તરફ ત્રણ ડોટ દેખાશે તેના પર ટેપ કરો.
3. ત્યાર પછી સેટિંગ્સ પર ટેપ કરો.
4. અહીં ચેટ્સ ઓપ્શન પર ક્લિક કરો.
5. ત્યાર પછી મીડિયા વિઝિબિલિટી ઓપ્શન ઓન કરો.


આ પણ વાંચો: ફોનને સેફ રાખવા તેના પર કવર લગાડો છો? તો જાણી લો આ કવરથી થતા નુકસાન વિશે પણ


જો આ સેટિંગ્સ કર્યા પછી વોટ્સએપના ફોટા અને વીડિયો ગેલેરીમાં દેખાતા નથી તો સૌથી પહેલા વોટ્સએપ અપડેટ કરો.