નવી દિલ્હી: બોલિવુડમાં SRK એટલે કે શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ માનવામાં આવે છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. આજે પણ અભિનય અને સ્ટાઈલના કારણે શાહરૂખ ખાનના વિદેશમાં પણ ઘણા ચાહકો છે. પરંતુ આજે અમે તમને એક એવી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ ખૂબ ઓછા લોકોને ખબર હશે. શું તમે જાણો છો કે બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન કયો સ્માર્ટફોન વાપરે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાન કયો સ્માર્ટફોન વાપરે છે? આ સવાલનો જવાબ મેળવવો આમ તો મુશ્કેલ છે. પરંતુ હાલ તેનો ખુલાસો તેમની જ એક પોસ્ટ દ્વારા થયો છે. જોકે, તેમણે બોલિવુડમાં 30 વર્ષ પુરા થતા એક સેલ્ફી શેર કરી હતી. હવે શાહરૂખ સેલ્ફી પોસ્ટ કરે અને તેના ચાહકોનો પ્રેમ ના મળે તેવું કદી બને નહીં. આ સેલ્ફીને દુનિયામાં રહેલા લોકોને પસંદ પડી હતી. પરંતુ ફોટા મારફતે કિંગ ખાનનું એક મોટું સિક્રેટ ખૂલી ગયું. આ સેલ્ફી શાહરૂખ કયો સ્માર્ટફોન વાપરે છે અને તેની કિંમત કેટલી હોઈ શકે છે તેના વિશે લોકોને માહિતી મળી ગઈ હતી.


શાહરૂખ ખાન જે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તે એપ્રિલ મહીનામાં બેસ્ટ સેલિંગ ટોપ 5 સ્માર્ટફોનમાંથી એક છે. શાહરૂખ ખાન ગત વર્ષે લોન્ચ થયેલા Apple iPhone 13 Pro Maxનો ઉપયોગ કરે છે. આ ફોનને ભારતમાં 1,29,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube