સ્માર્ટફોન આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલનો ભાગ બની ચૂક્યો છે. હવે તે ફક્ત ફોન કે એન્ટરટેઈન્મેન્ટ ડિવાઈસ નહીં પરંતુ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે જેને તમે ધારો તો પણ અલગ કરી શકો નહીં. લાઈફસ્ટાઈલ પ્રોડક્ટમાં ગણતરી થવા લાગી છે. સ્માર્ટફોનમાં ફક્ત કોલ અને કનેક્ટિવિટીની સુવિધા જ નથી હોતી પરંતુ ઈન્ટરનેટની એ દુનિયા પણ તમારા હાથમાં આવે છે જ્યાં અનેક ચીજોનો અમર્યાદિત ભંડાર છે. થોડા વર્ષો પહેલા સુધી સ્માર્ટફોનને લોકો જરૂરિયાતની ચીજ માનતા હતા પરંતુ હવે તે એક મોટી વસ્તી માટે જરૂરી બની ગયો છે. મોટી સંખ્યામાં બાળકો પણ તેનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બાળકોના હાથમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવાથી તેમના માતા પિતાની જવાબદારીઓ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોમાં વધી રહ્યો છે સ્માર્ટફોનનો ઉપયોગ
જરૂરિયાત કરતા વધુ કોઈ પણ ચીજનો ઉપયોગ લોકોને તેનું વળગણ લગાડે છે. આવું જ કઈક સ્માર્ટફોન સાથે પણ બને છે. બાળકોને તેની ખતરનાક આદત પડવી એ તેમના માટે નુકસાનકારક બને છે. થોડા સમય પહેલા Common Sense Media ના જણાવ્યાં મુજબ યુવાઓ એક દિવસમાં સરેરાશ 7 કલાક 22 મિનિટ સ્માર્ટફોન પર વિતાવી રહ્યા છે. જ્યારે 8થી 12 વર્ષની ઉંમરના બાળકો સરેરાશ 4 કલાક 44 મિનિટ સુધીનો સમય પ્રતિદિન સ્માર્ટફોન પર વિતાવે છે. 


ખાસ કરીને કોરોના વાયરસ મહામારી દરમિયાન બાળકોમાં ફોનનો ઉપયોગ ખુબ વધ્યો છે. અભ્યાસથી લઈને એન્ટરટેઈન્મેન્ટ સુધીનું બધુ જ સ્માર્ટફોન પર જ થતું હોવાના કારણે બાળકોને તેની આદત પણ તે પણ સ્વાભાવિક છે. આવામાં બાળકો ઉપર પણ ધ્યાન આપવું જરૂીર છે કે તેઓ મોબાઈલમાં શું જુએ છે. 


એડલ્ટ કન્ટેન્ટની ચિંતા
ઈન્ટરનેટ પર અનેક પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે. અનેક સ્ક્રોલ કરતી વખતે એડલ્ટ કન્ટેન્ટ પણ સામે આવે છે. આવામાં બાળકોના હાથમાં મોબાઈલ હોય તો માતા પિતાને ચિંતા રહે છે કે બાળક કોઈ ખોટું કન્ટેન્ટ ન જુએ. આવામાં બાળકના હાથમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી  હોવાથી માતા પિતાની જવાબદારી વધે છે. 


બાળકોમાં જોવા મળે છે આ લક્ષણો?
જો તમારું બાળક વધુ મોબાઈલ વાપરતું હોય તો તેના પર નજર રાખો અને મોબાઈલ ફોન કે સ્માર્ટફોન યૂઝ કરતી વખતે જો તેમનામાં તમને કોઈ ફેરફાર કે લક્ષણ જોવા મળે તો તરત સતર્ક થઈ જાઓ. આ લક્ષણો પર ધ્યાન આપો...


1. શું તે તમારી વાતચીતમાં ધ્યાન નથી આપતા અને રિપ્લાય નથી કરતા?
2. હોમવર્ક અને ઘરેલુ કામને ઈગ્નો કરવું.
3. ફોનના બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાં રિસ્કી કન્ટેન્ટ મળવું કે પછી બ્રાઉઝિંગ હિસ્ટ્રીનું ડિલીટ કરવું. 
4. માંગવા છતાં સ્માર્ટફોન ન આપવો અને તેના માટે લડાઈ સુદ્ધા કરવી. 
5. કોઈ પણ ઘરેલું કાર્યક્રમમાં સામેલ ન થવું અને નોન ડિજિટલ એક્ટિવિટી ઓછી રહેવી. 
6. ફોનને યૂઝ કરવા માટે અલગ રૂમમાં જવું. 
7. બાળક ચિડિયું બની જાય અને વધુ સમય ફોન પર પસાર કરે.


ફટાફટ ઓન કરો આ સેટિંગ
જો તમને આ લક્ષણો જોવા મળે અને લાગે કે  બાળકોનું મોનિટરિંગ અને કન્ટેન્ટ મોડરેશન જરૂરી છે તો તરત જ ફોનમાં પેરેન્ટલ કંટ્રોલ ઓન કરવું જોઈએ. આ સેટિંગ ઓન કરતાની સાથે જ ફોનમાં કન્ટેન્ટ ફિલ્ટર, યૂઝ લિમિટ અને મોનિટરિંગ જેવી અનેક સુવિધાઓ તમને મળી જશે. 


ફોનમાં તમને પેરેન્ટ કંટ્રોલનું ઓપ્શન મળે છે. યૂઝ કરવા માટે તમારે ફક્ત તેને ઓન કરવાનું રહેશે. એન્ડ્રોઈડ ફોનમાં તમે આ પેરેન્ટલ કંટ્રોલ કઈ રીતે ઓન કરી શકો તે ખાસ જાણો...


- સૌથી પહેલા તમારે Google Play App પર જવાનું રહેશે.
- અહીં તમારે તમારા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરવાનું રહેશે. જે જમણી બાજુ ટોપ કોર્નરમાં હશે. 
- હવે તમારે સેટિંગમાં જવાનું રહેશે અને Family પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને Parental Control નું ઓપ્શન મળશે. અહીં ક્લિક કરીને તમે ફોનમાં પેરેન્ટલ કંટ્રોલને એક્ટિવેટ કરી શકો છો. 
- તમારે તેના માટે એક પિન એન્ટર કરવો પડશે. હવે તમે પસંદ કરી શકો છો કે કયા પ્રકારના કન્ટેન્ટ ફોનમાં જોવા મળશે અને કયા નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube