SIM Card New rule: સિમ કાર્ડની છેતરપિંડી રોકવા માટે સિમ કાર્ડ ડીલરોનું પોલીસ વેરિફિકેશન થશે. સરકારે સિમ કાર્ડ ડીલરોને પોલીસ વેરિફિકેશન કરાવવાનો આદેશ આપ્યો છે. આનાથી સિમ કાર્ડ છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે. તમે જે ડીલર પાસેથી સિમ કાર્ડ ખરીદો છો તેનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે. જ્યારે નકલી ડીલરોને સિમ કાર્ડ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઇ 7 દિવસ દરરોજ દારૂ પીવે છે તો તેને આદત પડી જશે? આ રહ્યો જવાબ
ફૂલ નહી નોટો વરસાવે છે આ છોડ! ઘરમાં આ જગ્યા પર લગાવો, બદલાઇ જશે કિસ્મત

 
પાસપોર્ટ બનાવતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કોઈ નકલી કે ગુનેગાર વ્યક્તિ પાસપોર્ટ ન બનાવી શકે. એ જ રીતે હવે સિમકાર્ડથી છેતરપિંડી અટકાવવા માટે સિમકાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનશે. પરંતુ આ સિમ કાર્ડ પોલીસ વેરિફિકેશન વ્યક્તિગત રીતે નહીં પરંતુ ડીલર સ્તરે કરવામાં આવશે. એટલે કે જે ડીલર પાસેથી તમે સિમ કાર્ડ ખરીદો છો, તો તે ડીલરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે.


Weight Loss Tips: ફેસ્ટિવલ સીઝનમાં તમારા શરીરને બગડવા નહી દે આ 8 ટિપ્સ
આવી ગયો સૌથી મજબૂત Smartphone! ટ્રકનું ટાયર ચઢી જશે તો પણ કશું જ નહી થાય


છેતરપિંડીની ઘટનાઓ અટકશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે સરકારે સિમ કાર્ડ ડીલર માટે પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આના કારણે કોઈ નકલી ડીલર સિમ કાર્ડ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં, તે સિમ કાર્ડ છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ કરશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો માર્ગદર્શિકાનું પાલન નથી કરતા તેવા 52 લાખ લોકોનાં મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. મે 2023 થી સિમ કાર્ડ ડીલરો વિરુદ્ધ 300 FIR નોંધવામાં આવી છે.


ઘરની આ દિશામાં લગાવી દો આ યંત્ર, મા લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં ઝડપથી વધશે રૂપિયા
Sim Card New Rules! હવે એક ID ઇશ્યૂ થશે બસ આટલા સિમ કાર્ડ, આજે લેવાશે નિર્ણય


10 લાખ દંડની જોગવાઈ
જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેમની સામે એફઆઈઆરની જોગવાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમને જેલમાં જવું પડી શકે છે. સરકાર દ્વારા 10 લાખ સિમ ડીલરોને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા બલ્ક કનેક્શન આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ કોર્પોરેટ કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સિવાય કોર્પોરેટ કેવાયસીની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.


પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube