તમારૂ બજેટ રાખો તૈયાર, ક્રેટા, ગ્રાન્ડ વિટારાને ટક્કર આપવા આવી રહી છે 2 નવી SUV, જાણો વિગત
ભારતીય ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ એસયુવીની માંગ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં સતત વધતા વેચાણને જોતા સ્કોડા અને કિયા આવનારા સમયમાં બે નવી કોમ્પેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ જો તમે નજીકના ભવિષ્યમાં નવી એસયુવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમને ઉપયોગી થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ એસયુવીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ક્રેટા, મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને કિયા સેલ્ટોસ જેવી એસયુવીનું જોરદાર વેચાણ થયું છે. પાછલા મહિને એટલે કે માર્ચ 2024માં હ્યુન્ડાઈ ક્રેટા દેશની બીજી સૌથી વધુ વેચાનારી કાર બની ગઈ હતી. આ સેગમેન્ટમાં સતત વધતી માંગને જોતા સ્કોડા અને કિયા જેવી કંપનીઓ આવનારા વર્ષોમાં બે નવી કોમ્પેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. આવો જાણીએ બંને અપકમિંગ કોમ્પેક્ટ એસયુવી વિશે..
Skoda Compact SUV
ભારતીય ગ્રાહકો વચ્ચે પોપુલર સ્કોડા આગામી વર્ષ એટલે કે 2025ના માર્ચ મહિનામાં પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરી શકે છે. તે ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન અનેકવાર જોવા મળી ચુકી છે. જો પાવરટ્રેનની વાત કરીએ તો અપકમિંગ એસયુવી 1.0-લીટર TSI એન્જિનથી લેસ હોઈ શકે છે, જે 115bhp નો મહત્તમ પાવર અને 178Nm નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. પરંતુ તેની લોન્ચ ડેટ વિશે કંપનીએ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
આ પણ વાંચો- ફક્ત 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, જાણો કિંમત અને ફીચર્સ
Kia Calvis
ભારતીય ગ્રાહકો વચ્ચે પોપુલર કિયા ઈન્ડિયા વર્ષ 2025ની શરૂઆતમાં પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી ક્લેવિસને લોન્ચ કરવા જઈ રહી છે. અપકમિંગ કિયા ક્લેવિસની કિંમત સોનેટ અને સેલ્ટોસ વચ્ચે હશે. ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર અપકમિંગ કિયાની કોમ્પેક્ટ એસયુવી ગ્રાહકોને ઈલેક્ટ્રિક અને પેટ્રોલ પાવરટ્રેન, બંનેનો વિકલ્પ મળશે. પરંતુ કંપનીએ તેની લોન્ચની સત્તાવાર તારીખ જાહેર કરી નથી.