Skoda Slavia નો First Look જોઈને જ થઈ જશો ફિદા! પહેલાં ક્યારેય નહીં જોઈ હોય આવી ગાડી!
નવી દિલ્હીઃ Skoda Auto એ પોતાની નવી સેડાન કાર Slaviaનો પહેલો લુક જાહેર કર્યો છે. કંપની આ કારને 18 નવેમ્બરના લોન્ચ કરશે. નવી સ્લાવિયા સેડાન જૂની થઈ ચુકેલી સ્કોડા રેપિડને રિપ્લેસ કરશે. કંપનીએ હાલમાં રેપિડનું મેટ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ આધિકારીક રીતે ઘોષણા કરી છે કે નવી સ્લાવિયા 2022ના પહેલા 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
પહેલો લુક સામે આવ્યો- અત્યાર સુધીમાં સ્કોડા સ્લાવિયાની જે તસ્વીર અને વીડિયો શેર કરી રહી છે, તે કેમોફ્લેજ રૂપમાં હતી, એટલે કે કાર ઢંકાયેલી જોવા મળી રહી હતી. નવા સ્કેચ પરથી જાણવા મળે છે કે અસલમાં સ્લાવિયા કેવી દેખાશે. કારના ફ્રંટમાં એક વિશિષ્ટ હેક્સાગોનલ ગ્રિલ છે, જે L આકારની LED-DRL સાથે સ્લીક LED હેડલાઈટ યુનિટ્સ સાથે ઘેરાયેલી છે. બોનેટ પર સ્કોડા સિગ્નેચર પણ છે અને આ થોડું એક્ટેવિયા જેવી છે.
સ્પર્ધા- ભારતીય બજારમાં લોન્ચિંગ બાદ, સ્કોડા સ્લાવિયા સેડાન કાર HONDA CITY, HYUNDAI VERNA અને MARUTI SUZUKI CIAZ જેવી કારોને ટક્કર આપશે. આ મિડ સાઈઝ સેડાનને પોતાના સેગમેન્ટમાં આ મજબુત સ્પર્ધકોનો સામનો કરવો પડશે. કેવો છે લુક અને ડિઝાઈન- સ્લાવિયાની પ્રોફાઈલમાં વિંડો લાઈન સાથે સાઈડ સ્કર્ટ પર ચાલનારી કેરેક્ટર લાઈન્સ મળશે. એલોય વ્હીલ્સ પણ નવા જોવા મળી રહ્યાં છે અને કેમોફ્લેજ લુકમાં દર્શાવેલા વ્હીલ્સ ઘણા અલગ છે. સ્લાવિયાનો પાછલો ભાગ ફણ C આકારની LED ટેલલાઈટ યુનિટ્સ સાથે ઘણો શાર્પ લુક સાથે રજૂ કરવામાં આવ્યો છે. આમાં બુટલિડ પર એક પ્રમુખ સ્કોડા બેજિંગ, સાથે જ ક્રોમ સ્ટ્રિપ સાથે રિયર એપ્રન અને બમ્પર પર 2 રિફ્લેક્ટર મળે છે. સાઈઝ- સ્લાવિયા ભારત 2.0 પરિયોજના અંતર્ગત બીજું નવું મોડલ છે. સ્લાવિયા આ વર્ષે ભારતમાં લોન્ચ થનારું સ્કોડાનું ત્રીજું મોડલ છે. સ્કોડા સ્લાવિયામાં સ્કોડા કુશાકની જેમ MQB-A0-IN પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આને કારણે તેના વ્હીલબેઝ 2651mm છે, જે તેના તમામ સ્પર્ધકો કરતા લાંબું છે. આ માટે સ્લાવિયામાં ઈન્ટીરિયર સ્પેસ વધુ મળે છે. આ કારમાં 6 એરબેગ અને સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. એન્જીન અને ગીયરબોક્સ- 2021 સ્કોડા સ્લાવિયા 2 એન્જીન વિકલ્પો સાથે આવશે. આમાં 1.0 લીટર TSI પેટ્રોલ અને 1.5 લીટર TSI પેટ્રોલ એન્જીનનું ઓપશન મળશે. 1.0 લીટર એન્જીન 113 BHPનો પાવર જનરેટ કરે છે. જ્યારે 1.5 લીટર એન્જીમાં 150PS નો પીક પાવર અને 250NMનો અધિક્તમ ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 1.0 લીટર એન્જીન વેરિયંટમાં 6 સ્પીડ મેન્યુલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગીયરબોક્સ મળશે. જ્યારે .5 લીટર એન્જીમાં 7 સ્પીડ DSG ગીયરબોક્સ મળે છે. શાનદાર ફીચર્સ- સ્લાવિયામાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં શ્રેષ્ઠ માઈલેજ આપવા માટે એક્ટિવ સિલિન્ડર ટેક્નોલોજી પણ સામેલ છે. સ્લાવિયા એક પ્રીમિયમ ઉત્પાદના રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે. આ માટે આશા રાખવામાં આવી રહી છે કે કેબિનમાં શ્રેષ્ઠ ક્વોલિટીની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ કારમાં મોટી ઈન્ફોટેનમેન્ટ સ્ક્રિન, સ્પીકર્સ, કનેક્ટિવિટી ઓપશન્સ અને ચાર્જિંગ પોઈન્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.