નવી દિલ્લીઃ બજારમાં આજે  એવી એવી ટેકનોલોજી ઉપ્લબ્ધ છે જેની મદદથી જીવન ખુબ જ આસાન બની ગયુ છે. આજના જમાનામાં આપણે મોટા ભાગે ટેકનોલોજી પર નિર્ભર થઈ ગયા છે. ખાસ કરીને સ્માર્ટફોનના યુગમાં જો તમને સ્માર્ટફોન વગર જીવવાનું કહેવામાં આવે તો તે ખુબ જ મુશ્કેલ છે. પરંતુ હવે આપ સ્માર્ટફોન કે પછી હેડફોનનો ઉપયોગ કર્યા વગર મ્યૂઝિકની મજા માણી શક્શો, એ પણ સ્માર્ટ ગ્લાસિસની મદદથી. જી હા. આપને જાણીને થોડુ અજીબ લાગશે કે કોઈ ચશ્માની મદદથી આપ મ્યૂઝિકની મજા માણી શક્શો. હાલમાં જ XERTZ કંપનીએ ભારતીય બજારમાં એક એવા સનગ્લાસિસ લૉન્ચ કર્યા છે જે ઑડિયો-ફ્રેમની સાથે આવે છે. ચાલો જાણીએ ઑડિયો-ફ્રેમ વાળા Xertz Carbon XZ01 સન ગ્લાસ અંગે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત અને ઉપ્લબ્ધતા:
Xertz Carbon XZ01ને ભારતીય બજારમાં 9,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આપ આ સ્માર્ટ સન-ગ્લાસને કંપનીની આધિકારિક વેબસાઈટ સાથે ઈ-કોમર્સ વેબસાઈટ્સથી ખરીદી શકો છો.


સ્ટાઈલિશ ડિઝાઈન:
સૌથી પહેલા, ચાલો Xertz Carbon XZ01ની ડિઝાઈન વિશે વાત કરીએ, તમને જણાવી દઈએ કે આ ડિવાઈસ દેખાવમાં ખુબ જ આકર્ષક છે અને લાઈટ વેઈટ છે. તમને આ સ્ટાઈલિશ ડિઝાઈન કરેલા સન-ગ્લાસની બંને બાજુ કનેક્ટિવિટી માટે પોર્ટ મળશે. બંને બાજુ 110mAhની બેટરી છે, જે તમને એક જ ચાર્જમાં 5 કલાકથી વધુ સમયનો મ્યુઝિક પ્લે ટાઈમ આપી શકે છે. ચશ્માના ગ્લાસ હળવા પીળા રંગ સાથે આવે છે. જો કે, ચશ્માનું કદ થોડું મોટું છે અને આવા કિસ્સામાં નાના ચહેરાવાળા લોકોએ તેને એડજસ્ટ કરાવવા પડશે.


ફીચર્સ જાણીને થઈ જશો હેરાન:
Xertz Carbon XZ01ની ખાસિયત એ છે કે આપ આ લગાવીને કૉલિંગ તેમજ મ્યૂઝિકની ભરપૂર મજા લઈ શક્શો. આ ગ્લાસ DIM કોટિંગ અને આ EXT લેયરની સાથે આવે છે. આમાં એન્ટી-ગ્લેયર સન લેન્સ છે. જે ડ્રાઈવિંગ કરતા સમયે યૂઝર્સની આંખો માટે ખુબ સુરક્ષિત છે. આ ગ્લાસ બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે આવે છે. અને સમાર્ટફોનથમાં ગણતરીની સેકન્ડ્સમાં જ કનેક્ટ કરી શકાય છે. ત્યાર પછી આપ ચશ્માને પહેરો અને મ્યૂઝિકની મજા માણો. ખાસ કરીને આપને ડ્રાઈવિંગ વખતે વારંવાર ફોનથી મ્યૂઝિક ઑન કે ઑફ કરવાની ઝંઝટથી છુટકારો મળશે.


જોરદાર છે બેટરી લાઈફ:
Xertz Carbon XZ01ને લઈને કંપનીએ દાવો કર્યો છે કે આ ડિવાઈસને ચાર્જ કરવા માટે માત્ર 2 કલાકનો સમય લાગે છે. અને સિંગલ ચાર્જમાં 5 કલાક મ્યૂઝિક સાંભળી શકાશે.