Five Reasons why Smartphone Catches Fire: છેલ્લા એક મહિનામાં એવા અનેક મામલા જોવા મળ્યા છે જેમાં લોકોના સ્માર્ટફોનમાં અચાનક આગ લાગી ગઈ. તાજેતરમાં ઈન્ડિગોની એક ફ્લાઈટમાં મુસાફરના સ્માર્ટફોનમાં આગ લાગી ગઈ હતી. ત્યારે એ જાણવું ખાસ જરૂરી બને છે કે આખરે કયા કારણસર સ્માર્ટફોનમાં આગ લાગી જતી હોય છે. સ્માર્ટફોનમાં આગ લાગવા પાછળના કારણો અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તાપમાનથી તમારા સ્માર્ટફોનનો ખાસ બચાવ કરો 
તમારો સ્માર્ટફોન ડાઈરેક્ટ હીટમાં રાખવો  ખુબ હાનિકારક બની શકે છે. આ એક મહત્વનું કારણ છે જેને લીધે સ્માર્ટફોનની બેટરી આગ પકડી લે છે. વધુ સમય સુધી તમારો ફોન ગરમીવાળી જગ્યાએ ન રાખો. તે જોખમી સાબિત થઈ શકે છે. 


આ સમયે ફોન ચાર્જ ન કરો
આપણામાંથી ઘણા બધા લોકો પોતાનો સ્માર્ટફોન એવા સમયે ચાર્જ કરવા મૂકીએ છીએ કે જ્યારે આપણે સૂઈ જતા હોઈએ છીએ. આખી રાત ફોનને ચાર્જિંગમાં રાખવાથી ફોનની બેટરી જરૂરિયાત કરતા વધુ ગરમ થઈ શકે છે. જેના કારણે ફોનમાં આગ લાગી શકે છે. 


ફોનમાં ખરાબી
સ્માર્ટફોનને ખુબ સંભાળીને રાખવો જરૂરી છે. જો તમારાથી તમારો સ્માર્ટફોન પડતો હોય તો તમારે જાણવું જરૂરી છે કે ફોનને બહારથી જોતા ભલે એવું લાગે કે કઈ નથી થયું પરંતુ ફોનની બેટરી પર તેની ચોક્કસપણે અસર પડી શકે છે જેનો પ્રભાવ ખરાબ પણ થઈ શકે છે. 


ફોનમાં ન કરો આ કામ
આપણા સ્માર્ટફોન્સ આમ તો અનેક કામ એક સાથે કરી શકે છે પરંતુ ગેમિંગ અને મલ્ટી ટાસ્કિંગથી ફોનનું પ્રોસેસર ખુબ જલદી ગરમ થાય છે. જેથી કરીને આગ લાગવાની શક્યતા રહે છે. જે રીતે માણસોને આરામ જોઈએ તેમ સ્માર્ટફોનને પણ આરામ આપતા રહો. 


આવા ચાર્જરથી બચો
સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે કંપનીનું બ્રાન્ડેડ ચાર્જર જ ઉપયોગમાં લો. થર્ડ પાર્ટી ચાર્જર કે પછી કોઈ લોકર ચાર્જરથી ફોનની બેટરી જલદી ખરાબ થઈ શકે છે અને આ પ્રકારની બેટરીમાં આગ લાગી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube