આ 8 ભૂલ તમારા ફોનની બેટરી કરી દેશે ખરાબ, આજે જ બદલો આ આદતો
જો તમારા ફોનની બેટરી જલદી ઉતરી રહી છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. અહીં આપવામાં આવેલી આ આઠ ટિપ્સ તમને બેટરી ખરાબ થવાથી બચાવશે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન ચાર્જિંગને લઈ લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. જ્યારે આ સવાલોના જવાબ ન મળો તો કન્ફ્યૂઝન ચોક્કસ થાય છે. ફોનની બેટરી અને ચાર્જિંગને લઈને આજે અમે તમને જણાવી રહ્યાં છીએ. હકીકતમાં ઘણીવાર આપણે જ્યારે કોઈ ભૂલ કરીએ છીએ અને તેના કારણે ફોનની બેટરી ખરાબ થવા લાગે છે. તેવામાં તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. અમે તમને 8 ટિપ્સ આપી રહ્યાં છીએ, જે ફોનની બેટરી ખરાબ થવાથી બચાવી શકે છે.
ફોનની બેટરી ખરાબ કરી દેશે તમારી આ 8 આદતો
- આખી રાત ફોનને ચાર્જ પર ન લગાવવો જોઈએ. આમ કરવાથી ફોનની બેટરી લાઇફ અને બેટરી બંને ખરાબ થઈ શકે છે. ઘણા ફોન એવા હોય છે જે ઓટો કટ ફિચરની સાથે આવતા નથી. તેવામાં ઓવરચાર્જિંગને કારણે ફોનની બેટરી ખરાબ થઈ શકે છે.
- ફોનને ચાર્જ કરવા સમયે જો તમને ફોનનો ઉપયોગ કરવાની આદત છે તો તમારે આ ટેવ બદલવી પડશે. ફોનના ચાર્જિંગ દરમિયાન ઉપયોગ કરવાથી ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. સાથે બેકઅપ પણ ઘટી શકે છે.
- ફોનને ચાર્જ કરવા માટે બેટરી સંપૂર્ણ ખતમ થાય તેની રાહ ન જોવી જોઈએ. જ્યારે બેટરી 10 કે 15 ટકા રહી જાય તો ચાર્જ પર લગાવી દેવી જોઈએ. તેવામાં બેટરી ખરાબ થવાની સંભાવના ઓછી રહે છે. ક્યારેય ફોનની બેટરી થર્ડ પાર્ટી ચાર્જરથી ચાર્જ ન કરવી જોઈએ. હંમેશા ઓરિજનલ ચાર્જર વાપરવું જોઈએ.
આ પણ વાંચોઃ 12,999 રૂપિયામાં Oppo A38 થયો લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરીથી છે લેસ
- જો ફોન ઉપયોગ કરવા સમયે હીટ થાય છે તો તેને નજરઅંદાજ કરશો નહીં. ફોન ઓવરહીટ થાય તો તત્કાલ સાઇડમાં રાખી દો. જો આમ નહીં કરો તો બેટરી ખરાબ થઈ શકે છે.
- ક્યારેય ફોનને ભારે કેસની સાથે ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ચાર્જિંગ દરમિયાન જનરેટ થનારી હીટ બહાર નિકળી શકતી નથી. તેનાથી ફોનની બેટરી ખરાબ થાય છે.
- ફોન પર વધુ લોડ નાખવાથી તેનું પરફોર્મંસ ખરાબ થાય છે સાથે બેટરી પણ બગડે છે. તેવામાં ફોનમાં ફાલતૂ એપ ઓપન કરવાથી બચો.
- દરેક સમયે ફોનનું વાઈ-ફાઈ, જીપીએસ અને બ્લૂટૂથ ઓપન ન રાખો. તેનાથી બેટરી ઝડપથી ડ્રેન થી જાય છે અને વારંવાર ફોનને ચાર્જ પર લગાવવો પડે છે.
આ પણ વાંચોઃ Jio ગ્રાહકોને મોજઃ દરરોજ ₹4 ખર્ચમાં 336 દિવસની વેલિડિટી, Unlimited 5G અને કોલિંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube